અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં હવે ડ્રગ્સ તેમજ ગાંઝાનો ગેરકાયદે કારોબર વધી ગયો છે. માંગો ત્યાં વસ્તુ હાજર થઈ જતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પેડલર મોપેડ તેમજ અન્ય વાહનો પર ફરીને ડિવિલરી કરે છે, પણ એસ.ઓ.જી. પોલિસને કંઈ જ દેખાતું નથી. ઘણાં સમયથી એક જ જગ્યાએ એસ.ઓ.જી. માં બેઠેલા ઘડાઈ ગયા છે, જેને લઇને હવે કંઈ નવું કરવું પસંદ આવતું નથી. આમેય ખૂણામાં બેઠેલી એસ.ઓ.જી. પોલિસ હવે ખૂણો છોડે અને ખુલ્લી હવામાં આવીને કંઈક કામ કરે તે પણ જરૂરી છે. આવું એટલા માટે કે, મોડાસા ખાતે આવેલા અરવલ્લી જિલ્લા પોલિસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા લોક દરબારમાં આવી રજૂઆત થઈ કે, હવે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે, જે સાંભળતા જ સંબંધિત વિભાગના મોતિયા મરી ગયા હતા.
મોડાસા નગર પાલિકાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમે લોક દરબારમાં પહોંચ્યા હતા, જેમણે પોલિસને પણ વિચારી દેવી વાત કરતા, સૌકોઈ અચંબામાં મુકાઈ ગયા હતા. લોક દરબારમાં લાલાભાઈએ જણાવ્યું કે, ડ્રગ્સ આવ્યો હતો, જેને લઇને નકલી પોલિસને ખ્યાલ આવતા, આવી અને તોડ કરી ગઈ. આ અંગે રજૂઆત પણ કરી હતી, જોકે પોલિસની પીઠ થાબડતા કહ્યું કે, પોલિસ સારી કામગીરી કરે છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં થોડા સમય પહેલા આવી ચર્ચાઓ ચાલી હતી કે, એક ગાડીમાં અમદાવાદ તરફથી ગાંડીમાં નશીલો પદાર્થ લાવાઈ રહ્યો છે, જેની જાણ હવે સાચી પોલિસને થઈ કે, નકલી પોલિસને, તે કહેવું મુશ્કેલ છે પરંતુ, કેટલાક લોકો આવ્યા અને લાખો રૂપિયા લઈને પલાયન થઈ ગઈ. આ વાત એટલા માટે છે કે, લોકદરબારમાં પણ આ વાતની ચર્ચા થઈ. હવે સવાલ એ છે કે, જો ગાડીમાં આટલો મોટો જથ્થો આવ્યો તો ગયો ક્યાં, કારણ કે, કથિત પોલિસ તો તોડ કરીને ચાલી ગઈ ! રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે આ બાબતે ગંભીરતા દાખવી અને એસ.ઓ.જી.ને કામે લાગી જવા જણાવ્યું હતું. આટલી મોટી એસ.ઓ.જી. ટીમ હોવા છતાં પણ આવી ઢીલી કામગીરીને લઇને ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોનો કારોબાર હવે વધી ગયો છે, કેટલાક એવા કોમ્પ્લેક્ષ છે જે કોઈ ચહલ-પહલ ન હોય તે ચરસી બેઠા હોય છે, આવા લોકોને કયા પેડલર નશીલા પદાર્થો પહોંચાડે છે ? કોણ સપ્લાયર છે ? આવા સવાલો ઉઠી રહ્યા છે.