28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

સૌરાષ્ટ્ર : ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પરમાં ઘૂસી ગઈ ખાનગી બસ


ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે આજે (17મી ડિસેમ્બર) વહેલી સવારે રક્તરંજિત બન્યો હતો. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ સુરતથી ઉના તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે ધડાકાભેર બસ ઘૂસાડી દીધી હતી. જેમાં બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Advertisement

હાઇવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો
મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઊઠયો હતો. આ ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકોને ઈજા થતાં સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે, ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે. જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે.

Advertisement

બસના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યા
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાય છે. બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

મૃતકોના નામ
•ગોવિંદ કવાડ (ઉં.વ. 4)
•તમન્ના કવાડ (ઉં.વ. 7)
•જયશ્રી નકુમ (ઉં.વ. 38)
•ખુશીબેન બારૈયા (ઉં.વ. 8)
•ચતુરાબેન હડિયા (ઉં.વ. 45)
•છગનભાઇ (ઉં.વ. 45)

Advertisement

ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ અકસ્માતની નોંધ લીધી
આ અકસ્માતની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા જાણ થતાં ભાવનગર સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સુચના આપી હતી. કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સુચના આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!