અરવલ્લી જિલ્લામાં ગાંજાના સપ્લાયર્સ અને પેડલર સક્રિય
માંગો ત્યાં વસ્તુ પહોંચી જતી હોવાની ચર્ચાઓ
લોકોને દેખાય છે,પણ પોલિસને નથી દેખાતું કે શું?
ત્રણ ચાર વર્ષથી એક જ જગ્યાએ હોવા છતાં કાંઈ ખબર ન પડે તો નકામું !
પેડલર તેમની પાસે માત્ર ગણતરીને પોટલી રાખતા હોવાની ચર્ચાઓ
પોલિસે પહેલા પેડલર પર વોચ ગોઠવી, મુખ્ય મુદ્દામાલ સુધી પહોંચવું જરૂરી
અંકિત ચૌહાણ/જય અમીન
સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ મોટી માત્રમાં પકડાતું હોય છે, હવે તો આ ડ્રગ્સ તેમજ અન્ય નશીના પદાર્થો ધીરે-ધીરે નાના-નાના ટાઉન સુધી પહોંચાડવામાં સપ્લાયર સફળ બની રહ્યા છે. જોકે પોલિસ આ સપ્લાયરની ચેન તોડવામાં નિષ્ફળ સાબિત થઈ હોય તેવું સ્પષ્ટ લાગે છે. રાજસ્થાન સીમા સાથે જોડાયેલા અરવલ્લી જિલ્લામાં પણ હવે નશીલા પદાર્થોની હેરાફેરી તેમજ વેચાણ વધ્યું છે.
મોડાસા નગરમાં છેલ્લા ઘણાં સમયથી ગાંજાનો કારોબર વધી ગયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકોને દેખાય છે, પણ પોલિસને જરાય દેખાતું નથી, જેને લઇને આ કારોબાર વધી ગોય છે. અરવલ્લી જિલ્લા ઓપરેશન ગૃપમાં વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા કર્મચારીઓને કારણે આ બધુ થતું હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. મોડાસા શહેરમાં માંગો જ્યાં ગાંજાનો જથ્થો પેડલર પહોંચાડી છે. મોપેડ પર આવીને પેડલર એક કે બે પેકેટ લાવતા હોય છે, જેમાં 100, 200 અને 500 રૂપિયા સુધીની પ્લાસ્ટિકની નાનું પેકેટ લાવીને ગ્રાહકો સુધી પહોંચાડી, યુવાપેઢીને બરબાર કરવામાં લાગી ગયા છે.
એક વાક્ય છે કે, મર્યા વગર તો સ્વર્ગમાં પણ ન જવાય, એવી જ વાત છે કે, પોલિસે બીજાના ઉપર કે મળેલા બાતમીદારો પર ભરોસો કરવા કરતા જાતે જ કામગીરી કરવી જોઈએ, બાકી તો તમે પહોંચી રહ્યા..!!
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી નશીલા પદાર્થોનો કારોબાર ચાલી રહ્યો છે, જોકે એકાદ બે કેસને બાદ કરતા, કોઈ જ એવી મોટી કાર્યવાહી કરી હોય તેવું લાગતું નથી, જેને લઇને આ કારોબાર વધી હોય છે, અને પેડલર ગમે ત્યારે યુવા પેઢી સુધી ગાંજો પહોંચાડી રહ્યા છે. રાત્રીના સમયે મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા બંધ તેમજ મોટા કોમ્પ્લેક્ષમાં યુવા પેઢી ધુમાડા ફૂંકતી હોવાની લોકચર્ચાઓ ચાલી રહી છે, આવી જગ્યાએ પોલિસ તપાસ કરવાના બદલે, ઠંડીમાં ગોદળું ઓઢીને સુઈ જાય, તો કેમ ચાલે ?
ગાંધીનગર રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદેવ ડ્રગ્સ તેમજ ગાંજાને લઇને ઉઠેલા સવાલો પર ગંભીરતા દાખવી હતી, અરવલ્લી એસ.ઓ.જી. પોલિસને ફટકાર લગાવી કેસ કરવા ફરમાન કર્યું છે, જોકે હજુ કર્મચારીઓ નિદ્રાધિન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. એટલું જ નહીં રેંજ. આઈ.જી. એ એમ પણ કહ્યું કે, માત્ર પેડલર સુધી નહીં પણ સપ્લાયર સુધી પહોંચવાનું છે.