અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાની બે દિવસિય મુલાકાતે પહોંચેલા ગાંધીનગર રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે પોલિસ કર્મચારીઓ સાથે સંમેલન યોજ્યું હતું. મોડાસા રીઝર્વ પોલિસ અધિકારીની કચેરી ખાતે આયોજિત કરાયેલા કર્યક્રમમાં પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા. પોલિસ કર્મચારીઓ તરફથી ત્રણ થી ચાર જેટલા પ્રશ્નો રેંજ.આઈ.જી. ને મળ્યા હતા, જેના જવાબમાં યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સૂચનો કર્યા હતા. આ સાથે જ ઓ.એસ.ને પણ ઝડપી નિકાલ કરવા માટે સૂચના આપી હતી.
મોડાસા ખાતે યોજાયેલા પોલિસ સંમેલન કાર્યક્રમમાં અલગ અલગ શાખાના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓને રેંજ.આઈ.જી., અરવલ્લી જિલ્લા પોલિસ વડા તેમજ એ.એસ.પી. ના હસ્તે સન્માનિત કરાયા હતા.
આઈ.જી.એ કહ્યું કે…..
મોડાસા ખાતે યોજાયેલા પોલિસ સંમેલનમાં રેંજ. આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે પોલિસ અધિકારીઓ ને જરૂરી સૂચના આપતા જણાવ્યું કે, કોઈપણ ફરિયાદી પોલિસ સ્ટેશન સુધી આવે તો, તેમની વાત સાંભળો, બારોબાર પોલિસ કર્મચારી સાંભળી અને તેમને રવાના કરી દે, તે ન ચાલે. કોઈપણ ફરિયાદી આવે ત્યારે તેને જઈને અથવા તો લૂક પર થી નિર્ણય ન લેવો જોઈએ. તેમની સાથે બે મિનિટ બેસો અને વાતચીત કરો. આવું એટલા માટે કહેવું પડ્યું હશે કે, કેટલીક બાબતો તેમના ધ્યાને આવી હશે, જેથી અધિકારીઓને મીઠી ટકોર રેંજ આઈ.જી.એ કરી.