154 બોટલ વિદેશી દારૂ સાથે 2.23 લાખના મુદ્દામાલ સાથે બુટલેગર ઝડપાયો
સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં ઠંડીની સિઝન સ્ટાર્ટ થતાં વિદેશી દારૂના ચાહકોની માંગ વધવા પામી છે.જેના કારણે બુટલેગરો યેનકેન પ્રકારે વિદેશી દારૂ ઘુસાડવા મરણિયા બન્યા છે.
અરવલ્લી જિલ્લો આંતર રાજ્ય સરહદને અડીને આવેલો હોવાથી સાઠંબા થઈ જતો માર્ગ બુટલેગરો માટે સિલ્ક રૂટ બની ગયો છે.
સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં બાતમી આધારે સાઠંબા પીએસઆઇ સ્નેહીત દેસાઈ અને તેમના સ્ટાફે ખરોડ ચોકડી પર નાકાબંધી કરતાં બાતમી વાળી ટોયેટા કાર આવી પહોંચતાં તેને કોર્ડન કરી તલાસી લેતાં તેની અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ. 154 તથા કાર મળીને કુલ રૂપિયા 2.23 લાખના મુદ્દામાલ સાથે કપડવંજ તાલુકાના આંતરસુંબાના રહીશ સંજયભાઈ ડાયાભાઈ રાજપુતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે