20 C
Ahmedabad
Friday, January 17, 2025

પંચમહાલ: શહેરા વનવિભાગે તાડવા ચોકડી પાસે પરવાના વગર પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડીને કાર્યવાહી કરતા ફફડાટ


શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના તાડવા ચોકડી પાસે પાસ પરમિટ વગર પંચરાઉ લાકડા ભરેલી એક ટ્રક વનવિભાગ દ્વારા ઝડપી પાડીને 2,50,000નો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ગેરકાયદેસર રીતે અને પાસ પરમિટ વગર લાકડાઓની હેરાફેરી ચાલતી રહે છે. આ રીતે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરનારા ઓ સામે શહેરા વનવિભાગે લાંલ આંખ હાથ ધરી છે. શહેરા વનવિભાગની ટીમ આરએફઓ આર.વી.પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતી તે સમયે તાડવા ચોકડી પાસે એક ટ્રક પસાર થઈ રહી હતી. તેમાં પંચરાઉ લાકડા ભરેલા હતા.વનવિભાગની ટીમ દ્વારા આ મામલે પાસ પરમિટ ટ્રકના ચાલક પાસેથી માંગવામા આવતા તેની પાસેથી મળી આવી નહતી.આથી ટ્રકને શહેરા વનવિભાગની કચેરી ખાતે લાવામા આવી હતી. શહેરા વનવિભાગે લાકડા અને ટ્રક સહિતનો કુલ 2,50,000 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગની ટીમ દ્વારા પરવાના વગર લાકડાની હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામા આવતા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!