હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલ નગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંર્તગત સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન કામગીરીના પ્રારંભના ખાતુમુર્હુત કાર્યક્રમ ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાના હસ્તે કરવામા આવ્યો હતો. જેમા હાલોલ શહેરના 15 જેટલા સ્પોટ પર 120 જેટલા કેમેરા રાખવામા આવશે તેનુ મોનીટરીંગ કરવામા આવશે. હાલોલનગરમાં હવે તીસરી આંખની ચાંપતી નજર રહેશે.
ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ- 2ના ભાગરૂપે હાલોલનગરમાં હવે તીસરી આંખની ચાંપતી નજર રહેશે.હાલોલનગરના મુખ્ય વિસ્તારો અને માર્ગો પર હવે સીસીટીવી લગાડવામા આવશે.આ માટે 15 જેટલા પોલ ઉભા કરાશે તેમના પર 120 જેટલા સીસીટીવી કેમેરા લગાવાની કામગીરી કરાશે .જેના ભાગરૂપે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની ઉપસ્થિતીમા પોલની કામગીરીનુ ખાતમુહુર્ત શાસ્ત્રોકત વિધી ખાતે કરવામા આવ્યુ હતુ,આ કેમેરા લાગવાથી નગરની દરેક ગતિવિધી પર બાજ નજર રાખી શકાશે. કાળીભોઈ ખાતે આવેલા હાલોલ ટાઉનપોલીસ મથક ખાતે રાખવામા આવેલા કાર્યક્રમમાં ડીવાયએસપી વી.જે.રાઠોડ, હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરી,હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજા સહિત પોલીસ સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.