અરવલ્લી જિલ્લા બાર એસોસિએસનના હોદેદારોની ચૂંટણી અરવલ્લી સેસન્સ &સિવિલ કોર્ટ મોડાસા ખાતે બાર ખાતે યોજાયી હતી જેમોં અરવલ્લી બાર ના સભ્યો વકીલો એ મતદાન કર્યું હતું 11 વાગે ચાલુ થયેલ મતદાન 4 વાગ્યાં સુધી ચાલ્યું હતું જેમો 88% જેવું મતદાન થયું હતું જેમો સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાતા પ્રમુખ પદે નટવરલાલ પી. બારોટ (એડવોકેટ એન પી બારોટ ) તેમજ ઉપપ્રમુખ પદે એડવોકેટ ઘનશ્યામ ચૌધરી (મુખી) અને સંજયભાઈ ભગોરા તથા સેક્રેટરી વિશાલ એન.સોની,સહ મંત્રી ચિંતન આઇ ઉપાધ્યાય, એલ.આર. – પારુલ તરાર ભવ્ય રીતે ચૂંટાયી આવ્યા હતા સૌ બાર ના સિનિયર તેમજ જુનિયર વકીલો એ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી..