સહકાર ભારતીય અરવલ્લી જિલ્લાની બેઠક શામળાજી મંદિરના કોન્ફરન્સ હોલમાં ક્ષેત્રીય સંગઠન મંત્રી જીવણભાઈ ગોલેના અધ્યક્ષ સ્થાને યોજાઈ સહકાર ભારતીના કાર્યો સંગઠન તેમજ સમાજ જીવનમાં કેવી રીતે ઉપયોગી થવું તેનો વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ સંગઠન મંત્રી નીતિનભાઈ સોની ગોધરા પ્રદેશ સંમેલન તથા રાષ્ટ્રીય અધિવેશનની માહિતી આપેલ તેમજ અરવલ્લી જિલ્લા સરકાર ભારતીની નવીન રચાયેલ સંગઠનની જાહેરાત કરવામાં આવેલ
જેમાં જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે હીરાભાઈ ડી પટેલ મહામંત્રી જગદીશભાઈ આર પટેલ ઉપપ્રમુખ તરીકે શામળભાઇ પટેલ તથા વિનોદભાઈ પટેલ સંગઠન મંત્રી અનિલભાઈ એસ પટેલ અને મહિલા સંયોજક પ્રમુખ રાધાબેન કટારા તથા અન્ય સરકારી કાર્યકરો હાજર રહેલા હતા