મુળ સાઠંબાના વતની અને હાલ અમેરિકા સ્થિત ખડાયતા શાહ પરિવારના કુસુમબેન રસિકલાલ શાહ અને તેમનો પરિવાર માનસિક સારવાર કેન્દ્રના ભુમિપુજનમાં ખાસ ઉપસ્થિત રહ્યાં
અરવલ્લી ના આંગણે અને બાયડ તાલુકાના વાત્રક ખાતે આઇ હોસ્પિટલના કમ્પાઉન્ડ મોજ માનસિક સારવાર કેન્દ્રનું ભૂમિ પૂજન તાજેતરમાં દાતા શાહ રસિકલાલ મણીલાલ પરિવાર સાઠંબા ના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
માનસિક સારવાર કેન્દ્રના ભૂમિ પૂજન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કુસુમબેન રસિકલાલ શાહ સ્વ રસિકલાલ મણીલાલ શાહ મૂળ વતન સાઠંબા હાલ અમેરિકા સ્થિત છે તેમણે જણાવ્યું હતું કે મારા પતિ સ્વ રસિકલાલ મણીલાલ શાહનું સ્વપ્ન હતું કે તે મારા માદ્રી વતન જન્મભૂમિમાં જન હિતના કાર્યોમાં દાન દાન આપવું છે
સ્વજનના શબ્દોની કોઈ કિંમત સમજી તેમના સેવાયજ્ઞના સંકલ્પને કરતો પરિવાર એટલે સ્વ. રસિકલાલ મણીલાલ શાહ(સાઠંબા) પરિવાર તેમના ધર્મપત્ની કુસુમબેન અને તેમના પુત્ર તુષારભાઈ હાલ પરિવાર સાથે અમેરિકાના ન્યુયોર્ક શહેર પાસેના એક ટાઉનમાં રહે છે. અરવલ્લી જીલ્લાના આંગણે નિર્માણ થનારા માનસિક સારવાર કેન્દ્ર માટે આ પરિવારે એક મિલિયન ડોલર એટલે કે 8.50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું દાન આપ્યું હોય એવી અરવલ્લી જીલ્લાના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે.