24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

જો દિખતા હૈ વો સચ નહીં હૈ, સાયબર ફ્રોડ ની ઘટનામાં વધારો, અરવલ્લી જિલ્લા પોલિસ અને લાયન્સ ક્લબ દ્વારા અવેરનેસ કાર્યક્રમ


અંકિત ચૌહાણ/જય અમીન

Advertisement

લાલચ અને ડર નો હાથો બનાવી ગઠિયાઓ સક્રિય, મોડાસામાં અવેરનેસ કાર્યક્રમ
OTP આપ્યા વિના પણ થઈ શકે છે ફ્રોડ
સાયબર ક્રાઈમ નો ભોગ બનો તો હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો

Advertisement

અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. લોકોમાં અવેરનેસના અભાવે આ પ્રકારની ઘટનાઓ ઘટવા પામતી હોય છે. મોટા ભાગની ઘટનાઓ ડર, લાલચ અને આળસ ના કારણે આ પ્રકારના ગુનાઓ બનતા હોય છે, જેનો લાભ સાયબર ગઠિયાઓ ઉઠાવતા હોય છે. હાલ, વીજ બિલ, મોબાઈલ રીચાર્જ સ્કીમ, કુરિયર કંપનીના નામે ઠગાઈ, ડિજિટલ અરેસ્ટ ના નામે ઠગાઈ થતી હોય છે. લોકો ઠગાઈનો ભોગ ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા પોલિસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઈમ ઘટનામાં વધારો નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં વર્ષ 2023માં સાયબર ક્રાઈમની કુલ 730 ફરિયાદો મળી હતી, જેની સામે વર્ષ 2024 માં વધીને 1043 પર પહોંચી છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઇમની ઘટના
વર્ષ – 2023
કુલ કેસ : 730
ફ્રોડ અમાઉન્ટ : 3,71, 47,834
અમાઉન્ટ હોલ્ડ (રીકવર) : 63,25,571
વર્ષ – 2024
કુલ કેસ : 1043
ફ્રોડ અમાઉન્ટ : 3,25, 59,838
અમાઉન્ટ હોલ્ડ (રીકવર) : 01,03, 55, 687

Advertisement
  • Public Cyber Cafe અથવા અન્યના મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર નેટ બેંકિંગ વ્યવડારો કયારેય કરશો નહીં.
  • આપના બેન્ક એકાઉન્ટને લગતી સંવેદનશીલ માહિતી જેવી કે, OTP, PIN, CVV વગેરે કોઈની સાથે શેર ન કરો.
  • બેન્ક આપને KYC માટે ફોન ઉપર સંવેદનશીલ માહિતી માંગતી નથી એટલે બેન્કના નામે આવતા ફોન ઉપર વાત કરવાનું ટાળો
  • સોશિયલ મીડિયા ઉપર PRIVACY & SECURITY માં ઉપલબ્ધ તમામ SETTINGS નો ઉપયોગ કરવો.
  • સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિ ખાસ કરીને અજાણી યુવતી તરફથી મળતી ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારવી નહી.
  • નાણાકીય લેવડ દેવડ કરતી વખતે ખાસ કાળજી લેવી કે નાણા સ્વીકારવા/મેળવવા માટે તમારે QR CODE સ્કેન કરવાની કે બેન્કની સંવેદનશીલ માહિતી આપવાની જરૂરીયાત નથી હોતી.
  • આપના બાળકો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા હોય તો બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ, ફાયદા, ગેરફાયદા બાબતે વિસ્તૃત માહિતી આપો.
  • કોઈપણ પ્રકારની લોટરી, ઈનામ કે નાણાકીય યોજનાઓ અંગે અજાણ્યા નંબર ઉપરથી આવતા SMS થી સાવધાન રહો અને અજાણી લીંક ખોલવી નહીં.
  • ઓનલાઈન જુની (SECOND HAND) ચીજ વસ્તુઓ લે-વેચ માટેની સુવિઘા આપતી વેબસાઈટ કે એપ્લીકેશન ઉપરથી કોઈપણ વસ્તુ ખરીદ કરતી વખતે સાવચેતી રાખવી, શક્ય હોય તો વેચનારાને રૂબરૂ મળી નાણાકીય લેવડ દેવડ કરવી.
  • ક્યારેય, અજાણતા અથવા જાણીને જાઈને સોશિયલ મીડિયા પર કોઈને પણ અશ્લીલ વસ્તુઓ મોકલશો નહી. કોઈપણ રીતે કોઈને ધમકી આપશો નહી.
  • સોશિયલ મીડિયા પર કયારેવ ભડકાઉ કન્ટેન્ટ, નફરત કે ડુઘડ (દંગા ભડકાય) તેવી પોસ્ટ કયારેય ના કરો.
  • સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી વાતો કયારેય શેર કરશો નહીં. ઉપરાંત તમારે કયારેય દેશ વિરોધી પ્રવૃતિઓ ધરાવતા જૂથો(ગ્રુપ) અથવા (પેજ) સાથે જોડાવું નહીં

સાયબર ક્રાઈમ નો ભોગ બનો તો, તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકો છો અથવા તો નજીકના પોલિસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઈમ પોલિસનો સંપર્ક કરવો. મોડાસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાયસન્સ ક્લબના હોદ્દેદારો, પોલિસ અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ ના આગેવાનો, નગરજનો તેમજ પોલિસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!