સફાઈ કામદારોની વેદના, દિલ્હી પહોંચાડવા, ગુજરાત વાલ્મિકી સંગઠને બિડૂ ઉપાડ્યું છે. ગુજરાતના સફાઈ કામદારોની પ્રાણ પ્રશ્નોને વાચા આપવા દંડવત યાત્રાનો પ્રારંભ થયો છે. અરવલ્લી જિલ્લાના માલપુર થી ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ, લાલજી ભગતે, યાત્રાનો પ્રારંભ કર્યો હતો. નવા વર્ષની ઉજવણી, દેશના વિવિધ ભાગોમાં, અલગ-અલગ રીતે કરવામાં આવી હતી, આ વચ્ચે સફાઈ કામદારોની પ્રશ્નોને, પ્રધાનમંત્રી સુધી પહોંચડાવા, દંડવત યાત્રાની શરૂઆત થઈ.
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે, તેમના વતન માલપુર ખાતેથી યાત્રાનું રણશિંગુ ફૂંકતા, તેમના સમર્થનમાં જનસૈલાબ ઉમટ્યું હતું. દંડવત યાત્રાનો પ્રારંભ થતાં, ભાવૂક દ્રશ્યો પણ સર્જાયા હતા. વર્ષ 2025 થી શરૂ થયેલી યાત્રા આગામી એક વર્ષ સુધી ચાલશે. વાલ્મિકી સંગઠનની મુખ્ય માંગ માં, સફાઈ કામદારોને સમાન કામ સમાન વેતન, આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓનું શોષણ બંધ કરવું. કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી, જેવી વિવિધ માંગણીઓ છે.
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે, આ પહેલા પણ દંડવત યાત્રી યોજી હતી,, માલપુર થી નિકળેલી યાત્રાને રોઝડ ખાતે અટકાવી દેવાઈ હતી, જ્યાં ગુજરાત વાલ્મિકી સંગઠનની માંગણીઓ સંતોષવાના દાવાઓ થયા હતા, જોકે ફરીથી યાત્રા શરૂ થતાં, લાગે છે કે, હજુ તેમની માંગણીઓ સંતોષાઈ નથી,, હવે જોવું એ રહ્યું કે, ગુજરાત વાલ્મિકી સંગઠનની માંગ સંતોષવામાં આવે છે કે, યાત્રા આગળ વધશે.