મેઘરજ તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં બાઈક ચાલકો બેફામ બન્યા છે ત્યારે બેફામ બનેલા બાઇક ચાલો દ્વારા અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે. મેઘરજ તાલુકાના શિવરાજપુર કંપા પાસે અકસ્માત સર્જાયો હતો. ઘેટાં ચરાવી રાહદારી પડાવ પર પરત ફરતા અકસ્માતની ઘટના બની હતી જેની અંદર બેફામ હંકારતા અજાણ્યા બાઇક ચાલકો એ ઘેટાને કચડ્યા હતા. જેના કારણે ઘટના સ્થળે ત્રણ ઘેટાંના મોત નીપજ્યા હતાં અને બે ઘેટાં ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર ઘટનામા બાઈક ચાલક અકસ્માત સર્જી બાઈક મૂકીને ફરાર થયો હતો ત્યારે ઘેટાંના વ્યવસાય સાથે જોડાયેલા રાહદારી ને માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘેટાના વ્યવસાય સાથે જોડાયેલા રાહદારી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા માહિતી પ્રાપ્ત થઈ હતી કે બે ફામ બાઈક ચાલકો નશાની હાલતમાં હતા અને રસ્તાના વચ્ચે આવિ ઘેટાં પર બાઈક મારી હતી જેનાં કારણે ઘેટાંના મોત નીજ્યા છે તે માહીતી પ્રાપ્ત થઇ હતી