ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે (4 જાન્યુઆરી) સેનાના જવાનથી ભરેલી ટ્રક ખીણમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ચાર જવાનના મોત થઈ ચુક્યા અને ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય અનેક જવાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેના જવાનો બચાવ અભિયાનમાં જોડાઈ ગયા છે.
ચાર દિવસ પહેલાં પણ થયો હતો અકસ્માત
31 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેંઢર તહેસીલના નિયંત્રણ રેખા (LOC) પર બલનોઈ વિસ્તારમાં સેનાના વાહન સાથે દુર્ઘટના ઘટી હતી. તે સમયે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ સેનાનું વાહન જવાનને લઈને ઓપરેશન ડ્યુટી પર જઈ રહ્યું હતું. આ દરમિયાન વાહન આશરે ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં હાજર પાંચ જવાનોનું મોત નિપજ્યું હતું. જોકે, પાંચ અન્ય ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. જેને પૂંછની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.