છત્તીસગઢ, બીજાપુર
છત્તીસગઢ રાજ્યના બીજાપુરમાં બે દિવસથી ગુમ થયેલા પત્રકાર મુકેશ ચંદ્રાકરની લાશ એક પાણીની ટાંકી માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પહેલી જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી ગુમ થઈ ગયેલા પત્રકારની લાશ બીજાપુરના ચટાનપારા વિસ્તારમાંથી કોન્ટ્રાકટર દ્વારા બનાવામા આવેલા પાણીની સેંફટી ટેંકમાંથી મળી આવી હતી. આ મામલે પોલીસે કેટલાક શંકાસ્પદ માણસોની ધરપકડ કરી છે. તેમની પુછપરછ કરવામા આવી રહી છે. મુકેશ ચંદ્રાકર બસ્તર જંકશન નામની એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને એક નેશનલ ચેનલ સાથે પણ જોડાયેલા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા જણાવામા આવ્યુ કે પત્રકારના મોબાઈલના લાસ્ટ લોકેશનના આધારે પોલીસ પહોચી હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે પણ આ ઘટના અંગે શોક વ્યકત કર્યો છે. આ અંગે તેમને સોશિયલ મિડીયામા પોસ્ટ કરીને જણાવ્યુ કે “મુકેશ ચંદ્રાકરની હત્યાને લઈ હુ અંત્યત દુઃખી છુ, અમે કોઈ પણ પરિસ્થિતીમા અપરાધીઓને છોડીએ નહી, જલદી આરોપીને ઝડપી પાડીને આરોપીઓને સજા કરવામા આવશે” તેવો વાયદો કર્યો છે.પહેલી જાન્યુઆરીએ મુકેશ ગુમ થઈ જતા તેના ભાઈ યુકેશે પોલીસને જાણ કરી હતી. યુકેશે આરોપ લગાવ્યો હતો કે મુકેશે રોડને લઈને થયેલા ભષ્ટ્રાચારને લઈને રિપોટ બનાવ્યો હતો.જેને લઈને સરકારે એક કમિટી બનાવીને તપાસના આદેશો આપ્યા હતા.
યુવા પત્રકારની હત્યાને લઈને છતીસગઢના પત્રકારોમાં ભારે ગમગીની ફેલાઈ છે.ત્યારે વિપક્ષોએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા