24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

નકલીનો બાપ…!! નકલી PSI-ડે.મામલતદાર બનીને ફરતો કિરીટ અમીનને અમદાવાદ પોલીસે દબોચ્ય, લોકોને ડરાવીને પૈસા પડાવતો


ગુજરાતમાં નકલી પોલીસ, ડૉક્ટર, કોર્ટ, જજ સહિત નકલીનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદના મણિનગરમાંથી મુળ અરવલ્લીના એક શખસને પીએસઆઈ અને ડેપ્યુટી મામલતદારના નકલી આઈડી સાથે ઝડપી પાડ્યો. સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી PSI અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈકાર્ડ, મોબાઈલ, એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું છે

Advertisement

PSI-ડેપ્યુટી મામલતદારના નકલી આઈકાર્ડ સાથે એક શખસની ધરપકડ
મણિનગર પોલીસે સરકારી અધિકારીની ઓળખ આપતા અરવલ્લી જિલ્લાના માલપુરના હલદર ગામના રહેવાસી કિરીટ અમીન (ઉં.વ.36)ની ધરપકડ કરી હતી. મણિનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કિરીટ પાસેથી પોલીસ અને મહેસૂલ વિભાગના નકલી આઈડી મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સર્વેલન્સ સ્ક્વોડે મણિનગર રેલવે સ્ટેશન નજીકથી આરોપી કિરીટની ધરપકડ કરી હતી. કિરીટ ગાંધીનગર એલસીબીના પી.એસ.આઈ. હોવાનું કહીને છેલ્લા બે મહિનાથી મણિનગરની એક હોટલમાં રોકાયો હતો. કિરીટે લોકોને ડરાવવા અને પૈસા પડાવવા માટે બનાવટી આઈડીનો ઉપયોગ કરતો હતો. આરોપીને આઈકાર્ડ વલસાડના એક શખસે બનાવી આપ્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી કિરીટનો ગુનાહિત ઈતિહાસ હતો. આરોપીએ 2012માં પોલીસની ભરતી પાસ કરી હતી, પરંતુ પ્રમિકાના કહેવાથી પોલીસની તાલીમ કરી ન હતી. આરોપી કિરીટ વિરુદ્ધમાં અત્યારસુધીમાં મોડાસા, રામોલ, હિંમતનગર, ઠાસરા, ધરમપુર સહિતમાં કુલ આઠ જેટલા ગુનાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી કિરીટે 2016માં તેની પ્રેમિકા અને અન્ય એક આરોપી વિનોદ વણઝારા ભાનુ પંડ્યા નામના શખસની સાથે મળીને PMJAYના 3000 જેટલા બનાવટી કાર્ડ બનાવ્યા હતા. જ્યારે વલસાડના ધરમપુરમાં એકના ડબલ અને પોલીસ બનીને દરોડા પાડીને ફરિયાદી પાસેથી 40 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું જણાયું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!