ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારિરીક કસોટીનો શાંતિપુર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. વહેલી સવારથી છોટાઉદેપુર,દાહોદ જીલ્લા સહિતના ઉમેદવારો ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારીરીક કસોટી આપવા માટે આવી પહોચ્યા હતા. પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા શાંતિપુર્ણ માહોલમા પરિક્ષા આપી શકે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામા આવી હતી
સમગ્ર ગુજરાતના યુવાનો જે પોલીસ ભરતીની શારીરીક કસોટીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પોલીસ ભરતીની શારીરીક કસોટીનો આજથી પ્રારંભ થયો છે. પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે લુણાવાડા રોડ પર આવેલા એસઆરપી ગ્રુપ 5ના ગ્રાઉન્ડ પર અન્ય મહિસાગર,દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે શારીરીક કસોટી યોજાઈ હતી.વહેલી સવારે કડકડતી ઠંડીમા પોતાના ભવિષ્યના સપના પુરા કરવા ઉમેદવારો આવી પહોચ્યા હતા અને તેને શાંતિપુર્ણ માહોલમા દોડની પરિક્ષા પુર્ણ કરી હતી જેઓ ની પંસદગી થઈ હતી તેઓના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા પોલીસભરતીની શારિરીક ક્ષમતા કસોટી શાંતિપુણ માહોલમા થઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી હતી. મેઈન ગેટથી પ્રવેશ તેમજ વેઈટીંગ એરીયા, રજી કાઉન્ટર, પેટ એરિયા, પીટીએસ કાઉન્ટર સહિતની વ્યવસ્થા કરવામા આવી છે. ઉમેદવારોને કોઈ શારીરીક સમસ્યા પણ ઉભી થતી હોય છે.તેના ભાગરુપે મેડીકલની ત્રણટીમ સ્ટેન્ડ બાય રાખવામા આવી છે. શારિરીક કસોટીમા પાસ થયેલા ઉમેદવારોમા ખુશીની લાગણી જોવા મળતી હતી.
છોટાઉદેપુરથી આવેલા ઉમેદવાર સહદેવ ભાઈ રાઠવાએ જણાવ્યુ હતુ હુ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની શારિરીક કસોટી આપવા આવ્યો હતો અહી ગ્રાઉન્ડમા સારી સગવડ છે. દોડવાની પણ મજા આવી હતી, 24 મીનીટમા મે ગ્રાઉન્ડ પાસ કરી દીધુ હતુ.