24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

પંચમહાલ: ઘોંઘબા તાલુકામાંથી ગુંદી તાલુકો બનાવાની માંગણીનો વિવાદ વકર્યો ,30થી વધુ ગામોના ગ્રામજનો તંત્ર પાસે પહોચ્યા


ગોધરા,

Advertisement

પંચમહાલ જીલ્લામા આવેલા સાત તાલુકામાંથી આઠમો ગુંદી તાલુકો બનાવાની માંગને લઈને ભારે હિલચાલને કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જીલ્લાના ઘોંઘબા તાલુકામાંથી વિભાજન કરીને નવો ગૂંદી તાલુકો બનાવાની માંગ સામે ઘોંઘબા તાલુકાના કેટલાક ગામોનો લોકોએ ભારે વિરોધ નોધાવાની સાથે ગુંદી તાલુકામાં જોડાવા નહી ઇચ્છતા ગામોના લોકોએ રેલી સ્વરુપે તંત્ર પાસે પહોચી લેખિતમા આવેદનપત્ર આપીને ગુંદીને તાલુકો નહી બનાવાની માંગ કરી હતી. આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામા ગ્રામજનો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા .

Advertisement

પંચમહાલ જીલ્લામા ગોધરા,શહેરા,મોરવા હડફ,હાલોલ,કાલોલ,ઘોંઘબા,જાંબુઘોડા એમ સાત તાલુકા આવેલા છે. આઠમો તાલુકો ગુંદી બનાવામા આવે તેવી હિલચાલને પગલે ભારે વિરોધ જોવા મળ્યો છે. આ મામલે ઘોઘંબા તાલુકાના દરેક ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભાનુ આયોજન કરીને ગુંદીને તાલુકા બનાવા માટે ઠરાવ કરતો પરિપત્ર કર્યો હતો. જેને લઈને આ તેનો ભારે વિરોધ થયો હતો. આ મામલે ઘોઘંબા તાલુકાના 30થી વધુ ગામોને લોકોએ ગોધરા ખાતે જીલ્લા વિકાસ અધિકારીને મળીને આ ગામોને નહી સમાવવા માટે આવેદનપત્ર આપ્યુ હતુ.જે ગામો નથી જોડાવા માગતા તે ગામોમાં જોરાપુરા,વાંગરવા,શનિયાડા,ખિલોડી,રાણીપુરા,દામાવાવ,રીછવાણી, ખાનપાટલા,બોર,ચાઠી,ચાઠા,વાવ, કુલ્લી,સાજોરા,ઝાબકુવા,પાદરડી,મોઘાદરા,દેવલીકુવા,આંબલીફળીયા, ફાટામહુડા,નાની નિકોલા,મોટી નિકોલા,બા.ફળી,પાલ્લી,મુલ્લાકુવા ,સીમલીયા,વાવકુલ્લી-૧ અને ૨, આલબેટા,રૂપારેલ,સાતળીયા,જબુવાણીયા,માલુ-ગોરાડા,ગોયાસુડલ, તરવારીયા સહિતના ગામનો સમાવેશ થાય છે.વધુમા આવેદનપત્રમા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે પણ આક્ષેપ કરવામા આવ્યો છે કે પોતાનુ અંગત હિત જાળવા માટે સરપંચ અને તાલુકા પંચાયતસભ્યો પાસે દબાણ કરીને નવીન તાલુકાની માગણી તથા ઠરાવો દબાણ પુર્વક માગેલા છે.

Advertisement

ગુંદી ગામ છેવાડાનુ ગામ છે ત્યા વાહન વ્યવહારની પણ સુવિધા નથી
આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે ઘોઘંબા તાલુકાનું પણ છેલ્લુ ગામ છે. ગુંદી ગામ જવા માટે કોઈપણ વાહનવ્યવહારની સુવિધા નથી.એક તરફ છોટાઉદેપુર જીલ્લો ૩ કિમીના અંતરે આવેલો છે અને દાહોદ જીલ્લો પણ ૩ કિમી ના અંતરે આવેલો છે. જેથી મધ્યસ્થી તરીકે તાલુકાનો દરજ્જો આપવો હોઈ તો રીછવાણી અથવા તો દામાવાવ આ બન્ને ગામો ને પ્રાયોરીટી આપવા વિનંતિ છે. છતા સરકાર નવિન ગુંદી તાલુકો જાહેર કરશે.તો અમે ઘોઘંબા તાલુકાના સૌ આગેવાનો તથા તમામ ગામના પ્રજાજનો દ્વારા ગાંધીચીધ્યા માર્ગે જઈ આંદોલન કરી અમારો ન્યાય મેળવીશુ. ઘોઘંબા તાલુકાના ગામો જેવાકે ગામના લોકો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે. વધુમા રીંછવાણી તથા દામાવાવ ગામમા સુવિધા હોવાથી નવિન તાલુકો બનવાની પણ માગ કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!