ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના છબનપુર પાસે આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટ્રકોમા ભરેલો સરકારી ફોર્ટીફાઈડ ચોખાનો જથ્થો એક ટ્રેકટરમા સગેવગે કરાતો હતો તે સમયે પંચમહાલ જીલ્લા પુરવઠા ટીમ અને પંચમહાલ એસઓજી સહિત મામલતદાર ગ્રામ્યની ટીમ દ્વારા રેડ કરવામા આવી હતી. અને સરકારી ચોખાના કટ્ટા સગેવગે કરવાના કૌંભાડનો પર્દાફાશ થયો હતો. ચોખાનો જથ્થો ગોધરાના ભામૈયા ખાતે આવેલા એફસીઆઈ ગોડાઉનથી લીફટીંગ કરીને દાહોદ જીલ્લાના અલગ અલગ સરકારી ગોડાઉન ખાતે લઈ જવાનો હતો.
પુરવઠા વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા છબનપુર પાસે આવેલી એક હોટલના આગળના ભાગમાંથી આગળના ભાગમા ખુલ્લી જગ્યામા ટ્રક ઉભી રાખીને સરકારી અનાજનો જથ્થો ડાઈવર્ઝન કરાઈ રહ્યો હોવાની બાતમી સાથે જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ સાથે એસઓજી અને ગ્રામ્ય મામલતદાર ગોધરાની ટીમે છાપો માર્યો હતો.જેમા ઉભી રહેલી ટ્રકોમાંથી ડાઈવર્ટ કરેલા 14 જેટલા કટ્ટા ટ્રેકટરમાંથી મળી આવ્યા હતા. આ ટ્રકોમાં જે સરકારી અનાજનો જથ્થો દાહોદ જીલ્લા લીમખેડા,ગરબાડા,ધાનપુર ગોડાઉન ખાતે લઈ જવાનો હતો પણ કાળાબજારી કરવાના ઈરાદાથી નિર્ધારીત રૂટમાંથી અન્ય રુટ પર ટ્રક રોકીને બજારમા ઉચા ભાવે વેચી દેવાનો હતો.પુરવઠા ટીમે ટ્રેકટર ટ્રોલી તેમજ 14 જેટલા ચોખાના જથ્થા સાથે કુલ 7,27,000 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટ્રેકટરના માલિક દિપકભાઈ ચૌહાણ સામે તેમજ દાહોદ જીલ્લાના પરિવહન ઈજારેદાર સામે કાયદેસરીના કાર્યવાહી કરી છે