24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

આંધ્રપ્રદેશ : તિરુપતિ મંદિર પરિસરમાં નાસભાગ મચી, 6 શ્રદ્ધાળુના મોત, 4000 લોકો હતા કતારમાં


આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર પરિસરમાં નાસભાગ મચી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, મંદિર પરિસરમાં ટિકિટ બુકિંગ કાઉન્ટર પર 4 હજાર લોકો કતારમાં ઊભા હતા. આ દરમિયાન નાસભાગ મચતાં છ લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 6 શ્રદ્ધાળુ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આવતીકાલે સવારે 10 વાગ્યે તિરૂપતિ મંદિર જશે.

Advertisement

કેવી રીતે બની હતી ઘટના?
બુધવારે(8 જાન્યુઆરી) આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્ર પાસે નાસભાગમાં એક મહિલા સહિત છ લોકોના મોત થયા. સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વાર દર્શનની ટિકિટ માટે તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર કતારમાં ઊભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને કતારમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. નાસભાગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં મલ્લિકા નામની મહિલાનું મોત થયું હતું.

Advertisement

4,000 લોકો દર્શન માટે કતારમાં ઊભા હતા
સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4,000 લોકો દર્શન માટે કતારમાં ઊભા હતા. ટેમ્પલ કમિટીના ચેરમેન બી આર નાયડુ પરિસ્થિતિને લઈને ઇમરજન્સી બેઠક કરી રહ્યા છે. બેઠક બાદ તેઓ મીડિયાને સંબોધશે.

Advertisement

10થી 19 જાન્યુઆરી સુધી ખુલ્લું મૂકાયું હતું વૈકુંઠ દ્વાર
એક દિવસ અગાઉ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એક્ઝિક્યુટિવ ઑફિસર (EO) જે શ્યામલા રાવે 10થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારી વૈકુંઠ એકાદશી અને વૈકુંઠ દ્વાર દર્શનમની વિગતવાર વ્યવસ્થાઓની રૂપરેખા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાન્ય યાત્રાળુઓને વૈકુંઠ દ્વાર દર્શન ઉપલબ્ધ કરાવવા એ TTDની ટોચની પ્રાથમિકતા છે.

Advertisement

રાવે જાહેરાત કરી હતી કે TTD એ આ સમયગાળા દરમિયાન સાત લાખ શ્રદ્ધાળુઓને સમાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. તેમણે માહિતી આપી હતી કે તમામ તીર્થયાત્રીઓ માટે સરળ અને સલામત દર્શનનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિશેષ પ્રોટોકોલ સાથે વૈકુંઠ દ્વાર દસ દિવસ સુધી ખુલ્લું રહેશે. 10 જાન્યુઆરીએ સવારે 4.30 કલાકે પ્રોટોકોલ દર્શન સાથે દર્શન શરુ થશે, ત્યારબાદ સવારે 8 વાગે તમામ દર્શન થશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!