24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

અમદાવાદ : આનંદનગર પોલીસનો નવો તમાશો, PI બી.કે. ભારાઇએ અંગત અદાવતમાં પરમિશનના નિયમો જ બદલી નાખ્યા


થોડા દિવસ પહેલા SHE ટીમના મહિલા પોલીસ સ્ટાફ પર સાથે ચાર માથાભારે આરોપીઓએ ગેરવર્તન કરીને ધમકી આપવાના કેસમાં આરોપીઓ સામે આકરી કરવાના બદલે આરોપીઓના ઘુંટણીયે પડી ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ભારાઈનો નવો તમાશો સામે આવ્યો છે. જેમાં આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં એક્ઝિબિશન યોજવા માટેની નિયમ મુજબ અરજી કરનાર આયોજક સાથે અદાવત રાખીને પરમિશનના નિયમો બદલીને ટોકન ફી રાખવાના બદલે નિઃશૂલ્ક પ્રવેશ લખેલી પરમિશન ઇસ્યુ કરીને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ આયોજક અને અગાઉ પરમિશન આપી ત્યારે નિઃશૂલ્ક પ્રવેશની શરત પરમિશનમાં નોંધવામાં આવી નહોતી. આ મામલે પોલીસ કમિશનર જી.એસ. મલિક સુધી ફરિયાદ કરીને સત્તાનો દુરુપયોગ કરીને પરેશાન કરનાર PI બી.કે. ભારાઇ અને તેમના સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

સલામતીના મામલે નિષ્ફળ ગયેલી આનંદનગર પોલીસનો નવો તમાશો
આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રહલાદનગર, મકરબા, 100 ફુટ રોડ જેવા પોશ વિસ્તાર આવેલા છે. જ્યાં કાયદો અને વ્યવસ્થાના નામ સલામતીનો દાવો કરતી પોલીસનો SHE ટીમનો મહિલા LRDનો સ્ટાફ જ સલામત ન હોવાની વાત સામે આવી હતી. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ, પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ભારાઇએ પોલીસના મનોબળના તોડવાનું કામ કર્યું હોય તેમ તે આરોપીઓના ઘુંટણીયે પડી ગયા હતા અને નામ પુરતી જ કાર્યવાહી કરી હતી. PIની આ હરકતથી સ્થાનિક સ્ટાફમાં પણ નારાજગી જોવા મળી હતી.

Advertisement

અગાઉની પરમિશન કરતા નવી પરમિશનમાં ફેરફાર કરી દેવાયો
પરંતુ, વાત માત્ર સલામતીના મામલે બેદરકારીની નથી પરંતુ, અંગત અદાવતમાં PI બી.કે. ભારાઇ દ્વારા સત્તાનો દુરઉપયોગ કરીને વેપારીઓને પણ પરેશાન કરવામાં આવતા હોવાની વાત સામે આવી છે. જેમાં આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સીમા હોલમાં એક્ઝિબિશનનું આયોજન કરનાર નિરઝરી શાહે શુક્રવારથી રવિવાર દરમિયાન એક્ઝિબિશન યોજવા માટે તમામ ડોક્યુમેન્ટ સાથે પરમિશન માટે અરજી કરી હતી. જે અરજી નિયત સમયે ઇસ્યુ કરવાને બદલે ગુરુવારે બપોર બાદ આપવામાં આવી હતી. પોલીસ સ્ટાફ દ્વારા મોડું કરાયું હતું. બીજી તરફ, અગાઉની પરમિશન કરતા આ પરમિશન અલગ હોવાથી આયોજકો ચોંકી ઉઠ્યા હતા.

Advertisement

ટિકિટ દર ન રાખવાની શરતે પરમિશન અપાઈ હતી
કારણ કે પરમિશનમાં ટિકિટ દર ન રાખવાની શરતે પરમિશન આપી હતી. જ્યારે આ પ્રકારના એક્ઝિબિશન માટે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં આનંદનગર પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી પરમિશનમાં ટિકિટ ન રાખવાની બાબતનો કોઇ ઉલ્લેખ કરાયો નહોતો.

Advertisement

પરમિશન ઇસ્યુ કરવાની કામગીરીમાં મોડું કરનારા સ્ટાફ સામે રજૂઆત કરાઈ
આ અંગે એક્ઝિબિશનના આયોજકે પોલીસ કમિશનર જી.એસ. મલિક અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને આનંદનગર પોલીસ સ્ટેશનના PI બી.કે. ભારાઇ અને પરમિશન ઇસ્યુ કરવાની કામગીરીમાં મોડું કરનાર સ્ટાફ સામે રજૂઆત કરી હતી. જેમાં આક્ષેપ કર્યો છે કે એક્ઝિબિશનની જાહેરાતના મામલે સમાધાન કરવા માટે પોલીસ દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું. જે મામલે તાબે ન થતા પરમિશનમાં ટિકિટ વિના પ્રવેશ આપવાની શરત મુકીને આયોજકોને આર્થિક નુકશાન કરવાનું કામ કર્યું હતું.

Advertisement

PI બી.કે. ભારાઈએ અદાવતમાં કરાવ્યું લાખોનું આર્થિક નુકસાન !
આમ, આનંદનગર પોલીસ સ્ટેશનની હદમા મહિલા પોલીસની સલામતીના મામલે આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન કરનાર PI બી.કે. ભારાઇએ અદાવત રાખીને આર્થિક નુકશાન કરવાનો કારસો રચ્યો હતો. આ મામલે ગંભીર નોંધ લઇને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પરમિશનની કામગીરી સાથે જોડાયેલા હરપાલસિંહ સહિતના કર્મચારીઓ સામે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

આ અંગે આયોજકે જણાવ્યું કે, ‘પોલીસનું વર્તન પ્રજાલક્ષી હોવું જોઇએ. ત્યારે આનંદનગર પોલીસના વર્તનથી પોલીસની કામગીરી પ્રજાલક્ષી હોવાની વાતથી વિશ્વાસ ઉઠી ગયો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!