અરવલ્લી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહાકુંભ 2025 ના કેલેન્ડર નું વિમોચન કરવામાં આવ્યું… મોડાસા ખાતે કેલેન્ડર વિમોચન કાર્યક્રમમાં, ગુજરાત પ્રદેશ મંત્રી જયંતીભાઈ પટેલ અને અઘ્યક્ષ રામભાઇ પટેલ ની ઉપસ્તિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.. આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદ દ્વારા કુંભમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે,,, જેને લઇને થોડા સમય પહેલા ડોક્ટર પ્રવિણ તોગડિયા અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા… ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા ના માર્ગદર્શન થી રોજ 8000 યાત્રિકો ને રેહવા, જમવા, 24 કલાક ચા-પાણી, દવાઓ, તેમજ ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબળા બેંક સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
કુંભમેળામાં જતાં કોઈપણ ભક્ત આ સેવાઓનો લાભ લઈ શકે, તે માટેનું આયોજન કરાયું છે… આ માટે પહેલા www.hinduhelpline.in પર રજી્ટ્રેશન કરવાનું રહેશે.. આ સાથે જ આયોજકોની વિગતો સાથે મહાકુંભ કેલેન્ડર સંકલન સમિતિ નામ સાથે કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું છે.. 13 જાન્યુઆરી 26 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રિય હિંદુ પરિસદ, રાષ્ટ્રીય બજરંગ દલ, મહિલા પરીસદ, ઓજસ્વિની દ્વારા સેવાઓ આપવામાં આવનાર છે,,, જે અંગે મીડિયા પ્રભારી નારાયણભાઈ શર્મા, કનુભાઈ પટેલ તેમજ જિલ્લા ઉપપ્રમુખ દ્વારા જાણકારી આપવામાં આવી હતી….