આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી બહેરામુંગા શાળા ખાતે, મૂક બધિર બાળકોને ઊંધિયું જલેબી નું ભોજન પીરસવામાં આવ્યું. આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી આ સેવા યજ્ઞ છેલ્લા 12 વર્ષથી કરવામાં આવે છે… સતત તેરમાં વર્ષે પણ આપણું મોડાસા સોશિયલ મીડિયા પરિવાર દ્વારા મૂક બધિર બાળકોને ઊંધિયું જલેબી પિરસાઈ હતી,, જેમાં 160 જેટલા બાળકોએ લિજ્જત માણી હતી.. આ અવિરત સેવા યજ્ઞમાં દાતાઓએ પેન્સીલ કીટ તથા પૌષ્ટીક ચીકી બાળકોને આપવામાં આવી હતી.
આ સેવા યજ્ઞમાં આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપના ભગીરથભાઈ કુમાવત, નીતિનભાઈ પંડયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, નગર પાલિકા ઉપપ્રમુખ રોહીતભાઈ પટેલ, જયેન્દ્રભાઈ પંડયા, કિંજલ પટેલ, મોના રાજપુત તથા ગ્રુપના અન્ય સભ્યો સાથે સંસ્થાના મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ , હિસાબનીશ પરીનભાઈ જોષી, હોસ્ટેલના ગૃહમાતા દીપ્તીબેન ભાવસાર ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞમાં સહભાગી બન્યા હતા… આ સેવા યજ્ઞમાં ફાળો આપનાર દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો… દર વર્ષની જેમ આ વર્ષે પણ મુક બધિર બાળકો માટે ભોજનનું આયોજન કરાતા, બાળકોમાં ખુશી પ્રસરી હતી…