37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: મોડાસા નગર પાલિકામાં જન્મના દાખલા મેળવવા માટે 20 દિવસનો સમય, વારંવાર...

અરવલ્લી: મોડાસા નગર પાલિકામાં જન્મના દાખલા મેળવવા માટે 20 દિવસનો સમય, વારંવાર સુધારા અરજીઓથી ભારણ !!!

0
159

રાજ્ય અને કેન્દ્ર સરકાર ડિજિટલ ઈન્ડિયા પર ભાર આપી રહી છે, કેટલીય સેવાઓ ઓનલાઈન કરી દેવાઈ છે, જેથી અરજદારોને ઝડપી અને સુલભ સુવિધ મળી શકે. પણ આવું થાય છે ખરું, આવો સવાલ ચોક્કસ થી ઉઠશે. અરવલ્લી જિલ્લામાં ડિજિટલ સેવાઓ ઝડપી બની છે કે, પછી તેની ગતિ ધીમી થઈ છે, તો અરજદારોને પૂછવું જોઈએ. મોડાસા નગર પાલિકામાં જન્મ ના દાખલા લેવા માટે ડિજિટલ સેવા હોવા છતાં 20 દિવસે દાખલો આપવામાં આવી રહ્યો છે. ડિજિટલ યુગમાં આટલી ઝડપી સેવાથી અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોડાસા નગર પાલિકા દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, જેથી અરજદારોને હાલાકીઓના સામન કરવાથી મુક્તિ મળી શકે.

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા નગર પાલિકા ખાતે પ્રતિદિન સરેરાશ 20 થી 30 નવા જન્મના દાખલા માટે અરજી આવે છે, હાલ હજારો અરજીઓ પેન્ડિંગ હોવાથી અરજદારોને જન્મના દાખલા આપવા માટે 20 દિવસનો સમય આપવામાં આવે છે. જન્મના દાખલામાં સુધારો હોય અથવા તો ખોવાઈ ગયેલા દાખલા નવા કઢાવવા માટે આવતા અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસા નગર પાલિકા ખાતે જન્મ મરણ વિભાગમાં પૂરતા કર્મચારીઓ છે, જોકે આ વચ્ચે ટીમ મજબૂત કરવામાં આવી તેવી લોક માંગ ઉઠવા પામી છે.

કેટલીકવાર એવું પણ થતું હોય છે કે, અરજદારો અરજી કરે ત્યારે ચોક્સાઈ ન રાખતા હોવાથી વારંવાર સુધારા માટે અરજીઓ આવતી હોય છે, જેને કારણે અરજીઓનો ભરાવો થતો હાવીની સુત્રો તરફથી માહિતી મળી છે. આવું ન થાય તે માટે પણ અરજદારોએ કાળજી રાખવી જરૂરી છે. મોડાસા નગર પાલિકા ખાતે જન્મના દાખલાની અરજીઓનો ભરાવો ઓછો કરીને, સિમિત સમયમાં દાખલો આપવામાં આવે, તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!