31.8 C
Gujarat
Wednesday, August 5, 2026
Home HeadLines મહાકુંભ : CM યોગીએ ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડુબકી, કેબિનેટ મંત્રીઓ સાથે...

મહાકુંભ : CM યોગીએ ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડુબકી, કેબિનેટ મંત્રીઓ સાથે કરી પૂજા-અર્ચના

0
104

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે 22 જાન્યુઆરી બુધવારે પોતાના કેબિનેટ મંત્રીઓની સાથે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. યુપી સરકારના મંત્રીઓનો ગંગા સ્નાનનો વીડિયો પણ સામે આવ્યો છે.

બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક વિશેષ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે ‘અહીં આજે કેબિનેટની બેઠક થઈ છે જેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આજે પવિત્ર સંગમમાં સ્નાન કરીને હું ગંગા અને યમુનાને પ્રણામ કરું છું… અખિલેશ યાદવજીને માનસિક અને દ્રષ્ટિ દોષ થઈ ગયો છે. તેની સારી રીતે સારવાર કરાવો. કુંભના સમયે આવા નિવેદન આપવા, અહીં રાજકારણ કરવું ખૂબ ખરાબ વાત છે. હું પ્રાર્થના કરીશ કે ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે.’

સીએમએ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમ પર પૂજા-અર્ચના કરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમ પર પૂજા-અર્ચના કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!