38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડાના ઘાંટી નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ઉછળી પટકાયો,...

અરવલ્લી : ભિલોડાના ઘાંટી નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ઉછળી પટકાયો, 1 નું મોત

0
110

અરવલ્લીના ભિલોડા પંથકમાં કારની અડફેડે આવતા, બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. ભિલોડાના ઘાંટી ગામ નજીક કાર અને બાઈખ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ભિલોડા ના ઘાટી નજીકથી બાઈક ચાલક 35 વર્ષિય દીપકભાઈ ચામઠા પસાર થઈ રહ્યા હતા. તેઓ સાસરી થી પરત ફરી રહ્યાહતા, તે સમય દરમિયાન સામેથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. કાર અને બાઈક વચ્ચે સામસામે ટક્કર થતાં બાઈક ચાલક ઉછળીને નીચે પટકાતા, ઘટનાસ્થળે મોત નિજપ્યું હતું. અકસ્માતમાં અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં, તેમને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાવાની જાણ થતાં આસપાના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલિસની ટીમને જાણ કરી હતી. સમગ્ર ઘટનાને લઇને પોલિસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!