33.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: શહેરાનગરના કેશવ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ધામધુમથી...

પંચમહાલ: શહેરાનગરના કેશવ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે તિરંગો ફરકાવ્યો

0
60

શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગરના રેણા મોરવા રોડ પર આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની કરવામા આવી હતી. શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા તિરંગો ફરકાવીને સલામી આપવામા આવી હતી. પંચમહાલ પોલીસની ટીમ દ્વારા પરેડ માર્ચ યોજાઈ હતી. સાથે વિવિધ ક્ષેત્રમા નામના મેળવનારા મહાનુભાવોને સન્માનિત કરવામા આવ્યા હતા. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામા આવ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ કાર્યક્રમ સમાપન થયો હતો.

પંચમહાલ જીલ્લામા આજે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામા આવી હતી. જીલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી શહેરામાં કેશવ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ. પંચમહાલ પોલીસની પરેડ ટીમોનુ નિરિક્ષણ કર્યા બાદ પોલીસ ટીમોએ પરેડ કરીને તિંરંગાને સલામી આપી હતી. ઉપસ્થિત જીલ્લાવાસીઓને ઉદ્દબોધન કર્યુ હતુ. પંચમહાલ જીલ્લાના સરકારી કર્મચારીઓ,તેજસ્વી તારલાઓ,અધિકારીઓ,પોલીસ કર્મચારીઓ,રમતવીરોને પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો નુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા જે.જી.સ્કુલ,શહેરા, કેજીબીવી બોડિદ્રા ખુર્દ,મોડેલ સ્કુલ કાકરી, કેજીબીવી જુની પાદરડી,ડીસીપ્લીન સ્કુલ નાંદરવા, તેમજ કેજીબીવી નાંદરવા સહિતની શાળાના વિદ્યાર્થીઓ ,વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબા, આદિવાસી સોંગ, ઘુમર, ગરબા સહિતની કૃતિઓ રજુ કરી હતી. ધ્વજવદન કાર્યક્રમમા જીલ્લા કલેકટર આશિષ કુમાર, જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર સહિત રાજકીય અગ્રણીઓ,મહાનુભાવો, તેમજ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!