29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં પહેલા, ફેબ્રુઆરી 2025 ની તારીખ, મુનક્કા એબજોશ કંપનીની...

ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં પહેલા, ફેબ્રુઆરી 2025 ની તારીખ, મુનક્કા એબજોશ કંપનીની કિસમિશ એ ગ્રાહકોને મુર્ખ બનાવ્યા

0
167

કોઈપણ વસ્તુ ખાતા પહેલા પેકેટ પર લખેલી તારીખ જરૂરથી જોજો…નહીંતર પસ્તાવો થશે
અરવલ્લી જિલ્લામાં આવું જ કંઈક થયું….

ગુજરાતમાં ખાદ્ય ચીજવસ્તુઓ કેવી પિરસાય છે તેના પર હજુ સરકારનો કંટ્રોલ ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો કેટલીક કંપનીઓ તેમજ ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતી કંપનીઓ તેમજ ફૂડ સ્ટોલ સંચાલકોને જાણે પરવાનો મળી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં કિસમિશના (સુકી દ્વાક્ષ) ના પેકેટ પર પેકેજિંગ ડેટ ફેબ્રુઆરી, 2025 લખી દઈને, તેનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આજે તો હજુ 31 જાન્યુઆરી 2025 છે, તેની પહેલા તો ફેબ્રુઆરી, 2025 ના ટેગ સાથેના પેકેટ માર્કેટમાં વેચાણ અર્થે આવી ગયા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા એક ગ્રાહકે મુનક્કા એબજોશ કંપનીના સુકી દ્રાક્ષ એટલે કે કિસમિશનું પેકેટ બે દિવસ પહેલા ખરીદ્યુ હતું, ગ્રાહકે પેકેટ ખરીદી કરીને, તેના પર નજર કરી તો વંચાણ ધ્યાને આવ્યું કે, તેના ઉપર પેકેજિંગ ડેટ 25 ફેબ્રુઆરી લખેલી છે. હજુ તો જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે, ત્યાં તો ફેબ્રુઆરી, 2025 ના પેકેટ બજારમાં આવી ગયા , તે નવાઈની વાત છે. ગ્રાહકે, પેકેટ પર લખેલા હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કર્યો તો, ઉડાઉ જવા મળતા, ગ્રાહકમાં નારાજગી જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં આવું કેટલી જગ્યાએ અને કેવું ચાલતું હશે, તે એક સવાલ છે.

થોડા દિવસ પહેલા સોડાની બોટલમાંથી જીવાત નિકળી હતી, એટલું જ નહીં, આવું તો રોજે-રોજ સામે આવે છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ, આરોગ્ય વિભાગ અને મોડાસા નગર પાલિકા સેનેટરી વિભાગ ક્યાં ખોવાઈ ગયું છે તે સવાલ છે. મોડાસા શહેરમાં મુનક્કા એબજોશ કંપનીની કિસમિશ કેટલી જગ્યાએ મળતી હશે, અને કેટલા સમયથી બજારમાં વેચાણ અર્થે મુકાઈ ગઈ હશે તે એક સવાલ છે. અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં અટકી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!