26 C
Gujarat
Tuesday, October 27, 2026
Home HeadLines USA : ટ્રમ્પની ટીમ દ્વારા રસ્તામાં રોકી દસ્તાવેજોની ચકાસણી, ઘર-ઓફિસમાં ઘૂસીને ચેકિંગ...

USA : ટ્રમ્પની ટીમ દ્વારા રસ્તામાં રોકી દસ્તાવેજોની ચકાસણી, ઘર-ઓફિસમાં ઘૂસીને ચેકિંગ કરાતા ભારતીયોમાં ફફડાટ

0

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે ચૂંટણી પ્રચારમાં આપેલા વચન મુજબ ગેરકાયદે વસાહતીઓ પર તવાઈ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ઈમિગ્રેશન અધિકારીઓ કોઈના પણ ઘરમાં, ઓફિસોમાં ઘૂસીને તપાસ કરે છે. તેમને સંતોષકારક જવાબ ના મળે તો જે-તે વ્યક્તિની અટકાયત કરતાં પણ ખચકાતા નથી, જેને પગલે ગુજરાતીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. બીજીબાજુ ટ્રમ્પ સરકાર દ્વારા ડીપોર્ટેશનના ભયથી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથેની પાર્ટ-ટાઈમ નોકરીઓ છોડી રહ્યા છે. તપાસ એજન્સીઓ વારંવાર તેમના આઈડી ચકાસી રહી છે

બીજીબાજુ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ઈલિયોનોઈસમાં રહેતા અને અવર-જવર કરતાં ગુજરાતીઓને ઈમિગ્રેશન અધિકારીઓ રસ્તામાં રોકીને પણ તેમના દસ્તાવેજો વિશે પૂછપરછ કરે છે, જેની ગંભીર અસર ભારતીયો અને ખાસ કરીને મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો પર પડી રહી છે.

આ અંગે અમેરિકન સંવિધાન પ્રમાણે શું કરવું અને શું ના કરવું એ અંગેની માહિતી દરેક શહેરોમાં વસતા અને દરેક ગૂ્રપના ગુજરાતીઓએ બહાર પાડી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા ૧૦૪ ગેરકાયદે ભારતીય વસાહતીઓને ડિપોર્ટ કરાયા અને વધુ ૬૮૭ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકવાની તૈયારી ચાલી રહી છે ત્યારે અમેરિકાના વિવિધ શહેરોમાં રહેતાં ગુજરાતીઓમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે તેવો ગભરાટ ફેલાયેલો છે.

હાલમાં ટ્રમ્પ સરકારના આવવા સાથે અમેરિકામાં ગમે ત્યાં ગમે તે કારણોસર ભારતીયોના વાહનો રોકવામાં આવી રહ્યા છે અને તેમને ડિટેઈન કરવામાં આવી રહ્યા છે. નોકરીઓના સ્થળે, બહાર અને ઘરે પણ અધિકારીઓ આવીને તપાસ કરી રહ્યા છે ત્યારે ત્યાંના સ્થાનિક ગુજરાતી સમાજના એટર્ની અમેરિકાના નાગરિક કાયદા પ્રમાણેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેથી ત્યાંના ડોક્યુમેન્ટેડ ભારતીયોને તકલીફ ના પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!