ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કિન્નર જગદ્ગુરુ હિમાંગી સખી પર જીવલેણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં હિમાંગી સખી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. હિમાંગી સખી પર થયેલા હુમલાને લઈને આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર આરોપ લગાવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા પર હિમાંગી સખી તેને લઈને સવાલ કરતા હતા.
મળતી માહિતી મુજબ, કિન્નર જગદ્ગુરુ હિમાંગી સખી પર હુમલો કરવા માટે આરોપી ફૉર્ચ્યૂનર ગાડી લઈને આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો પ્રયાગરાજના સેક્ટર 8 સ્થિત કેમ્પમાં થયો હતો.





