37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ લીધો...

પંચમહાલ: હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ લીધો હાશકારો

0
72

ગોધરા,

પંચમહાલ જીલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચુટણીની મતદાન પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થઈ હતી. હાલોલ અને કાલોલ નગરપાલિકા તેમજ ગોધરા નગર પાલિકાના એક વોર્ડ માટે પેટા ચુટણી, તેમજ મોરવા હડફની ચોપડા બુજર્ગ તાલુકા પંચાયત બેઠક તેમજ જીલ્લા પંચાયતની શિવરાજપુર બેઠક માટે મતદાન યોજાયુ હતું. હાલોલ નગરમાં વોર્ડ નંબર એક વિસ્તારમાં દારુ વહેચાતો હોવાના વિડિયો વાયરલ થયાની ઘટના વચ્ચે શાંતિપુર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.અને ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું. 18 તારીખના રોજ મતગણતરી યોજવામાં આવશે.

પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન યોજાયુ હતું જેમાં હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. હાલોલમાં સવારથી લોકોએ ઉત્સાહ
બતાવ્યો હતો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.હાલોલ નગર ખાતે પણ મતદાન શાંતિપુર્ણ માહોલમાં શરૂ થયું હતું લોકો પોતાના મતાધિકારની ઉપયોગ કર્યો હતો. મતદાનની ટકાવારી જોઈએ તો હાલોલ નગરપાલિકાનુ 45.35 ટકા મતદાન નોંધાયુ હતુ. કાલોલ નગરપાલિકાનું સૌથી વધુ મતદાન 63.97 ટકા નોંધાયું હતું. ગોધરા નગરપાલિકાની વોર્ડ નં. 7 માટે પેટાચુટણી યોજાઈ હતી. મોરવા હડફ તાલુકા પંચાયતની ચોપડા બૂજર્ગ બેઠક તેમજ જીલ્લા પંચાયતની શિવરાજ પુર બેઠક માટે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સિનિયર સિટીજન, દિવ્યાંગ મતદારોએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઈવીએમમાં ઉમેદવારો ના ભાવી શીલ થઈ ગયા હતા. 18 ફેબ્રુઆરી રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમને મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટ્રોગ રૂમમાં મુકવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!