37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines પંચમહાલ: હાલોલ નગરપાલિકામાં 36 બેઠકો પર ભાજપનો ભગવો

પંચમહાલ: હાલોલ નગરપાલિકામાં 36 બેઠકો પર ભાજપનો ભગવો

0
55

હાલોલ .પંચમહાલ
પંચમહાલ જીલ્લાના હાલોલ નગર પાલિકાની ચુટણીનુ પરિણામ જાહેર થયા હતા. જેમા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. હાલોલ નગરપાલિકાની અગાઉ 21 બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી.ત્યારે બાકી રહેલી બેઠકો પર પણ ભાજપે વિજય મેળવ્યો છે. વિજેતા થયેલા ઉમેદવારોના સમર્થકોએ ખુશીથી જુમી ઉઠ્યા હતા.અને વિજય સરઘસ કાઢ્યુ હતુ.

પંચમહાલ જીલ્લાની હાલોલ નગરપાલિકાની ચુટણીનુ પરિણામ જાહેર થયુ છે. સવારે નવ વાગે એમ. એન.વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી રાખવામા આવી હતી. ઈવીએમ ખોલ્યા બાદ ગણતરી શરુ કરવામા આવી હતી.ઈવીએમ ખુલતા ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ આગળ વધતો જતો હતો.હાલોલમા 15 સભ્યો માટે મતદાન યોજાયુ હતુ, જેમા તમામ 36 બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થયો હતો બે અપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન કર્યુ હતુ. વિજય થતા ભારતીય જનતા પાર્ટીના સમર્થકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ધારાસભ્ય અને પુર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારે વિજેતા થયેલા ઉમેદવારોને અભિનંદન ફાઠવ્યા હતા. અને મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!