28.2 C
Gujarat
Thursday, August 27, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લાની બે બેઠક પર ભગવો લહેરાયો, મોડાસા સહિત ભાજપે ઉજવણી કરી

અરવલ્લી જિલ્લાની બે બેઠક પર ભગવો લહેરાયો, મોડાસા સહિત ભાજપે ઉજવણી કરી

0

અરવલ્લી જિલ્લામાં માલપુર અને બાયડ તાલુકા પંચાયતની બેઠક પર ભગવો લહેરાતા, ઉજવણી કરવામાં આવી.. જિલ્લા ભારતીય જનતા પાર્ટી, તાલુકા સંગઠન અને મોડાસા શહેર સંગઠન સહિત પાલિકાના હોદ્દોદારોએ આતિશબાજી કરી, જીતનો જશ્ન મનાવ્યો હતો… મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે, ભાજપના આગેવાનોએ, એકબીજાને મોં મીઠુ કરાવ્યું હતું..આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાની ટીમ પણ જોડાઈ હતી..

અત્રે ઉલ્લેખનિય છે કે, બાયડ તાલુકા પંચાયતની પિપોદ્રા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર સુરેખાબેન પરમારે, 1018 મતથી વિજયી બન્યા હતા, જ્યારે માલપુર તાલુકાની બામણી બેઠક પર મંગુબેન પૂજારા, 378 મતથી વિજયી થતાં, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો… ભાજપ પર વિશ્વાસ કરવા બદલ સંગઠનને મતદારોનો આભાર માન્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!