37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી: હેન્ડ બોલ ટુર્નામેન્ટને પ્રારંભ કરાવતા મોડાસા મામલતદાર ગોપી મહેતા, ખેલાડીઓનો જુસ્સો...

અરવલ્લી: હેન્ડ બોલ ટુર્નામેન્ટને પ્રારંભ કરાવતા મોડાસા મામલતદાર ગોપી મહેતા, ખેલાડીઓનો જુસ્સો વધારવા કહ્યું “હાઉ્ઝ ધ જોશ”

0
261

અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્યમાં ખેલ મહાકુંભ અતર્ગત ઝોન કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં મધ્ય, સૌરાષ્ટ્ર દક્ષિણ સહિતના વિવિધ ઝોનમાં નક્કી કરેલા સ્થળે વિવિધ રમતો યોજવામાં આવી રહી છે. આ વચ્ચે ઉત્તર ગુજરાતમાં પણ ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન કક્ષાની રમતો યોજાઈ રહી છે. અરવલ્લી જિલ્લા રમત ગમત વિભાગની કચેરી દ્વારા મોડાસા ખાતે મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટ અને હોકી સ્પર્ધા યોજાઈ રહી છે. આ વચ્ચે મોડાસા ની શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ ખાતે હેન્ડ બોલ ટુર્નામેન્ટના છેલ્લા દિવસે મોડાસા મામલતદારે ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.

મોડાસા ની શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ ખાતે મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા શ્રી. કે. એન. શાહ હાઇસ્કૂલ ખાતે મધ્યઝોન કક્ષાની અમદાવાદ ગ્રામ્ય અને બનાસકાંઠા વચ્ચે ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેને મોડાસા મામલતદાર ગોપી મહેતાએ પ્રારંભ કરાવ્યો હતો. મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ બહેનોની સ્પર્ધામાં પૂર્ણાહુતી સમયે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પાંડોર જિલ્લા શિક્ષણાધિકારી ડો. ઉષાબેન ગામીત હાજર રહીને ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા.

મોડાસા મામલતદારે ખેલાડીઓનો જુસ્સો વધારી, જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા તેમજ એસ.એ.જી.ના કોચ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!