34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ 4.50 લાખ નો સાયબર ફ્રોડ કરનાર ગઠિયાઓને ઉત્તરપ્રદેશ થી પકડી પાડતી અરવલ્લી...

4.50 લાખ નો સાયબર ફ્રોડ કરનાર ગઠિયાઓને ઉત્તરપ્રદેશ થી પકડી પાડતી અરવલ્લી સાયબર ક્રાઈમ

0
133

અરવલ્લી જિલ્લામાં ઘણાં સમયથી સાયબર ફ્રોડની ઘટનાઓ ઘટી રહી છે, આ વચ્ચે ધનસુરા પંથકમાં ગઠિયાએ લાખો રૂપિયા પડાવી લેતા, સાયબર ક્રાઈમ ટીમે આરોપીઓને ઉત્તર પ્રદેશ થી ઝડપી પાડ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના પ્રાંતિજ શાખા માંથી બોલતો હોવાન જણાવી નેટ બેકિંગ થી ફરીયાદીની બેંક ડીટેઇલ મેળવી 4,50,000 રૂપિયા પડાવ્યા હતા.

અરવલ્લી પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અંતર્ગત ના ફ્રોડના ગુન્હાની પ્રવૃત્તિ ડામવા તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓ ડીટેક્ટ કરવા તેમજ આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપી હતી. જે અનુસંધાને અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમ ની ટીમ દ્વારા
ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં બી.એન.એસ કલમ 318(4),319(2) તથા ઇન્ફોમેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ સને 2008 ની કલમ-66(સી), 66(ડી) મુજબ ગુનો નોંધાયો હતો. ફરીયાદી જયંતીભાઈ વિરમભાઇ પટેલ ઉ.વ.61 રહે-રમોસ તા.ધનસુરા જી.અરવલ્લી તેમની સાથે ફ્રોડ થયો હતો અને ગઠિયાઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના પ્રાંતિજ શાખા માંથી બોલતા હોવાનું જણાવી, નેટ બેન્કિંગ ચાલુ કરવાવાના બહાને ફરીયાદીની બેંક ડીટેઇલ મેળવી હતી. ત્યારબાદ ફરીયાદીના ખાતામાંથી કુલ રૂ.4,50,000 પડાવી અન્ય અન્કઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર મામલે અરવલ્લી સાયબર ક્રાઇમ ની ટીમ દ્વારા તપાસ કરતા, પોલિસ ઉત્તરપ્રદેશ ના ખુવસિયા ખાતે પહોંચી હતી, જ્યાંથી આરોપી (૧) કૌશલસિંધ સુભાષસિંધ ઉ.વ.26 (૨) અર્જુન ઉપેન્દ્ર ઠાકુર ઉ.વ.23 બન્ને રહે. ખુરવસીયા ઉત્તર જી.દેવરીયા રાજ્ય-ઉત્તપ્રદેશ ઝડપી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!