34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં બટાકાની કામગીરીમાં ખેડૂતો જોતરાયા, 300 રૂપિયા ભાવ નક્કી કરવાની માંગ

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં બટાકાની કામગીરીમાં ખેડૂતો જોતરાયા, 300 રૂપિયા ભાવ નક્કી કરવાની માંગ

0
187

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં બટાકા કાઢવાની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિતના તાલુકાઓમાં બટાકાનું વાવેતર થતું હોય છે. ચાલુ વર્ષે અનુકુળ વાતાવરણને કારણે, બટાકાનું સારૂ ઉત્પાદન ખેડૂતોનું મળી રહ્યું છે. જોકે આ વર્ષે બટાકાનો ભાવ, ત્રણસો રૂપિયા પ્રતિમણ મળે, તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર દ્વારા બટાકાનો ભાવ નક્કી કરવો જોઈએ. બટાકા કાઢવાની મજૂરી સહિતના ખર્ચ સામે, યોગ્ય ભાવ ખેડૂતો મળવો જોઈએ, તો મજૂરી સહિતના અન્ય ખર્ચ સરળતાથી કાઢી શકે.

કારતક મહિનાથી ખેડૂતો બટાકાની વાવણીની શરૂઆત કરતા હોય છે, અંદાજે 90 દિવસ પછી ખેડૂતોને બટાકાનું ઉત્પાદન મળતું શરૂ થઈ જાય છે,.. બંન્ને જિલ્લામાં પ્રોસેસિંગના બટકા ખેડૂતો, વાવતા હોય છે, જે ચિપ્સ બનાવવા માટે ઉપયોગ થતો હોય છે. કેટલાક ખેડૂતો, વાવણી સમયે જ કોન્ટ્રાક્ટ કરી લેતા હોય છે, જેથી ખેડૂતો યોગ્ય ભાવ પણ મળતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લા પછી, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું સૌથી વધારે વાવેતર થઈ રહ્યું છે. કેટલીકવાર માવઠાને કારણે, ખેડૂતોને નુકસાની પણ વેઠવાનો વારો આવતો હોય છે, ત્યારે દરવર્ષે બટાકાનો યોગ્ય ભાવ, ખેડૂતોને મળે, તેવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!