29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘ(ઓસા.) એજ્યુકેશન કોલેજ મોડાસાના સ્નેહમિલન અને શૈક્ષણિક અધિવેશનમાં કનુભાઈ આર.ખાંટનું...

ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘ(ઓસા.) એજ્યુકેશન કોલેજ મોડાસાના સ્નેહમિલન અને શૈક્ષણિક અધિવેશનમાં કનુભાઈ આર.ખાંટનું સન્માન થયું

0
73

મોડાસા
તાજેતરમાં ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘ (ઓસા.) એજ્યુકેશન કોલેજ, મોડાસા સ્નેહમિલન અને શૈક્ષણિક અધિવેશન ન્યુ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસા ખાતે યોજાઈ ગયું. જેમાં સમારંભ અઘ્યક્ષ, હરેશભાઈ, મુકેશભાઈ સમારંભ પ્રેરક યશવંતભાઈ વ્યાસ મુખ્ય મહેમાન પદ્મશ્રી ડો. પ્રવીણભાઈ દરજી (કટાર લેખક,વિવેચક,કવિ) સુહદ ઉપસ્થિત ડો.અજયભાઈ પટેલ (પ્રિન્સિપાલ શામળાજી આર્ટસ કોલેજ) ધીરેન્દ્રભાઈ પ્રજાપતિ ઓસા અધ્યક્ષ બી.ડી.પટેલ હોદ્દેદારો તથા કોલેજ સ્ટાફ ઓસા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વયનિવૃત અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કે.એન. શાહ હાઇસ્કુલ, મોડાસાના પૂર્વ સુપરવાઇઝર કનુભાઈ આર. ખાંટનું વયનિવૃત્ત તેમજ શૈક્ષણિક ક્ષેત્ર વિશિષ્ટ યોગદાન પ્રદાન કરવા બદલ ફૂલછડી, શાલથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના ઉદઘોષક કનુભાઈ આર.ખાંટ તથા જયેન્દ્રભાઈ પંડ્યાએ ઉત્તમ કામગીરી કરી હતી આભારદર્શન ઓસા. ઉપાધ્યક્ષ ગિરીશભાઈ વ્યાસે કર્યું હતું.બાયલ ઢાંખરોલ હાઇસ્કુલના પૂર્વ આચાર્ય ડાહયાભાઈ પટેલે પ્રાર્થના તથા સ્વાગતગીત ના કલાકારોને રૂપિયા ૧૧૦૧/ આપી બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!