28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અમદાવાદ-બાંસવાડા એસ.ટી. બસને શામળાજી નજીક અકસ્માત નડ્યો, બે બ્રિજ વચ્ચે લટકી પડી,...

અમદાવાદ-બાંસવાડા એસ.ટી. બસને શામળાજી નજીક અકસ્માત નડ્યો, બે બ્રિજ વચ્ચે લટકી પડી, મોટી દુર્ઘટના ટળી

0
82

અરવલ્લી જિલ્લામાં ગુજરાત એસ.ટી બસને અકસ્માત નડ્યો છે. અમદાવાદ-બાંસવાડા બસને નેશનલ હાઈવે પર અકસ્માત નડતા, બ્રિજ વચ્ચેની બે જગ્યામાં દસ ફૂટ ઊંચેથી નીચે લટકી પડી હતી. અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હતી.

ગુજરાત એસ.ટી.બસને શામળાજીના મેરાવાડા નજીક અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-બાંસવાડા પસ અહીંથી પસાર થઈ રહી હતી, તે સમય દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જેને લઇને બસ બે બ્રિજ વચ્ચે લટકી પડી હતી. બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે શામળાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં શામળાજી પોલિસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!