29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી DILR માં નકશો કઢાવવા માટે નાટક કરી પૈસા !!! Mera Gujarat...

અરવલ્લી DILR માં નકશો કઢાવવા માટે નાટક કરી પૈસા !!! Mera Gujarat ના અહેવાલ થી અરજદારનો બડાપો

0
247

ભ્રષ્ટ બાબુઓને અરજદારોના કામ કરવામાં નથી રસ
અરજદારો બેસી રહે છે, અને બાબુઓ નાટક કરવામાં વ્યસ્ત
500 કે 1000 રૂપિયા આપો તો કામ થાય – અરજદાર
DILR કચેરીમાં સર્વેયર પણ કાંઈ કમ ન હોવાની ચર્ચાઓ

રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને ડામવા અથાગ પ્રયાસો કરે છે, જોકે સરકારી બાબુઓ સરકારના નામનું ન્હાહી લીધું હોય તેવું પણ લાગે છે. અરજદારો મોડે સુધી બેસી રહે છે, પણ યોગ્ય જવાબ આપવો તે સરકારી બાબુઓની કોઈ નીતિ નથી. અરવલ્લી DILR માં પણ કંઈક આવું જ ચાલે છે, અહીં અરજદારો આવે એટલે તેમને બેસાડી રાખવા સિવાય આ વિભાગ ને સારૂ લાગે છે. મેરા ગુજરાતે અરજદારોની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરતા, એક જાગૃત અરજદારે સંપર્ક કર્યો અને અરવલ્લી DILR માં અરજદારોને કેવી હાલાકીઓ પડે છે, તે અંગે જાણકારી આપી.

અરવલ્લી જિલ્લા DILR કચેરીમાં આઉટ સોર્સથી કેટલાય સમયથી પડ્યા પાથર્યા છે પણ આમને બદલી કરવામાં આવતી નથી અને વર્ષોથી અડિંગો જમાવતા અરજદારોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં સર્વેયર તો એનાથી પણ ઉપર નિકળી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, અહીંના સર્વેયરને કંઈક પૂછીએ તો યોગ્ય જવાબ નહીં આપી, સામે તત્વ કોમ્લ્પેક્ષમાં પૂછવા જવા માટે જણાવે છે.

એક જાગૃત નાગરિકે મેરા ગુજરાતને જણાવ્યું કે, નકશો લેવા જાઓ ત્યારે 500 કે 1000 રૂપિયા ઢીલા કરો તો તરત જ નકશો મળી જાય છે,નહીંતર આખો દિવસ બેસાડી રાખવામાં આવે છે. જો વધારે પૂછીએ તો બીજા દિવસે મળશે, તેવો આક્રોશ જવાબ આપી દેવાય છે. આ સાથે જ જાગૃત નાગરિકે ઉમેર્યું કે, તેઓ જાલમપુરા પંચાયત પગીયાના મુવાડા સીમનો નકશો કઢાવવા માટે DILR કચેરી ગયા હતા, જેમાં ઓપરેટરની ભૂલના કારણે નકશામાં ફ્રંટ બદલાઈ ગયા હતા, જેને કારણે બાર વાગ્યાથી છ વાગ્યા સુધી બેસાડી રાખ્યો હતો. છેલ્લે ઓફિસ બંધ કરવાનો સમય થયો ત્યાં સુધી સુધારો ન કરી આપ્યો. અરજદાર એટલી હદે કંટાળી ગયા કે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા ગયા તો, DILR ના કર્મચારીઓ કહેવા લાગ્યા કે, કલેક્ટર સુધી કેમ ગયા ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!