29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં તરબૂચના ભાવ ગગળ્યા!! ખેડૂતો પરેશાન

સાબરકાંઠા જિલ્લામાં તરબૂચના ભાવ ગગળ્યા!! ખેડૂતો પરેશાન

0
273

ચાલુ વર્ષે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે યોગ્ય વર્ષ ન હોય તેવું લાગે છે, અને સરકારે ખેડૂતોની વ્યથા સાંભળી પોષણક્ષમ ભાવ મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. પહેલા ટામેટાના ભાવ પછી બટાકાના ભાવ નહોતા મળ્યા. હવે ખેડૂતોને બાગાયત પાકોમાં તરબૂચના ભાવ તળિયે જતાં, ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે.

સાબરકાંઠાના હિંમતનગર જિલ્લામાં ફળ પાક ગણાતા તરબૂચની ખેતીનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ ઉત્પાદનના સમયે જ તરબૂચના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. ખેડૂતોએ વિઘે 25 થી 30 હજારનો ખર્ચ કરી તરબૂચની વાવેતર કર્યું હતું. હવે ઉત્પાદનના સમયે તરબૂચનો કિલોનો ભાવ 10 થી 12 રૂપિયા થઈ જતા ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી. બીજી તરફ અન્ય રાજ્યો જેવા કે…મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી તરબૂચની આયાત ગુજરાતમાં થતા અહીંયા તરબૂચની માંગમાં પણ ઘટાડો થયો હોય ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!