32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home HeadLines અરવલ્લી : સરકારી શિક્ષકોને મોડાસા તાલુકામાં ગમે ત્યાં નોકરી હોય પણ 5...

અરવલ્લી : સરકારી શિક્ષકોને મોડાસા તાલુકામાં ગમે ત્યાં નોકરી હોય પણ 5 ના ટકોરો તો મોડાસામાં આવી જાય બોલો…

0

વડવાઓ એમ ને એમ નથી કહેતા કે, શિક્ષકોને લ્હેર છે !!!
મોડાસા જેવા જિલ્લા કક્ષાના સ્થળ પર આવી સ્થિતિ, તો અંતરિયાળ વિસ્તારોમાં શું ચાલતું હશે ?
નીચે થી ઉપર સુધી આવું જ કે શું તે સવાલ
કોઈ કોઈને કહેવાવાળુ નથી, જેથી આવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાઓ

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા તો સારી જ છે, પણ કેટલાક કામચોર શિક્ષકોને કારણે બદનામ થઈ જતી હોય છે. હાલમાં જ પૈસાની લાલાચમાં બીઝેડમાં સલવાઈ ગયા જ્યારે હજુ કેટલાક શિક્ષકો પણ કામચોરી કરતા હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકો કેટલાવાગે પહોંચતા હશે અને કેટલાવાગે પરત ફરતા હશે, તે સવાલ છે. હાલ એક વાત ધ્યાન પર આવી છે કે, મોડાસા તાલુકાના આસપાસના વિસ્તારોમાં આવેલી સરકારી શાળાના શિક્ષકો તો બરોબર 5 વાગ્ય મોડાસા માં જ જોવા મળે છે.

થોડા દિવસ પહેલા મોડાસા થી રખિયાલ રોડ પર સાંજના 4.45 કલાકના અરસામાં કેટલાક શિક્ષકો તો પરત ફરી રહ્યા હતા જ્યારે બે દિવસ પહેલા 18 માર્ચના રોજ મોડાસા થી હિંમતનગર રોડ પર આવેલી એક સરકારી શાળા તો, સાંજના 4.58 કલાકે જ તાળા વાગી ગયા હતા. આ સ્થિતિ જોતા, શાળામાં શિક્ષણ કાર્ય કેટલાવાગે બંધ કરી દેવાયું હશે, તે સવાલ છે. એટલું જ નહીં મોડાસા તાલુકાની આસપાસની શાળાના શિક્ષકો તો કેટલીકવાર મોડાસામાં જ લટાર મારતા જોવા મળતા હોય છે. જિલ્લામાં કામ છે, તેવા બહાના કાઢીને ન જાણે ક્યાં જતા રહે છે !!! અરવલ્લી જિલ્લાની વિવિધ સરકારી શાળાની શિક્ષણ વ્યવસ્થાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

એક બાજુ ખાનગી શાળાના શિક્ષકો 5 થી 10 હજાર રૂપિયાના પગારમાં ઘસાઈ જતાં હોય છે, તો બીજી રાજ્ય સરકાર સરકારી શિક્ષકોને હજારો લાખો રૂપિયા પગાર આપે છે, છતાં આવી વ્યવસ્થા જોવા મળે છે, આ માટે જવાબદાર કોણ તે સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!