37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines વિકાસની ગાડી ખડખડાતી અટકાવવા, મતભેદમાંથી સહમતિની દિશા ક્યારે નિકળશે ? સરડોઈ પંચાયત...

વિકાસની ગાડી ખડખડાતી અટકાવવા, મતભેદમાંથી સહમતિની દિશા ક્યારે નિકળશે ? સરડોઈ પંચાયત વિવાદ

0
105

અરવલ્લીના સરડોઈ ગ્રામ પંચાયમાં વિવાદ સર્જાતા, મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે. મોડાસા તાલુકાના સરડોઈ ગામે, સરપંચ હાજર રહેતા નથી, અને કામગીરી સરપંચ પતિ કરે છે, તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યો છે. મોટી સંખ્યામાં સરપંચથી નારાજ થેયલા ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચી રોષ ઠાલવ્યો હતો. બંન્ને પક્ષોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. બંન્ને પક્ષોએ પોત-પોતાના મંતવ્યો વ્યક્ત કરીને, સામ-સામે ગંભીર આક્ષોપે કર્યા હતા.

સરડોઈ ગ્રામ પંચાયત વિસ્તારમાંથી પહેલા સરપંચના વિરોધમાં મોટી સંખ્યામાં રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, ત્યારબાદ સરપંચ સમર્થનમાં આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. સરંપચથી નારાજ લોકોએ કહ્યું કે, સરપંચના પતિ જયદત્તસિંહ પુવાર ખોટી રીતે દાદાગીરી કરે છે અને હેરાન કરે છે. તેઓ લોકોના કામ કરતા નથી. જ્યારે સરપંચ સમર્થન લોકોએ અને ઉપસરપંચે જણાવ્યું કે, ગામનો વિકાસ થયો છે, ગ્રામ સચિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામજનોએ કહ્યું કે, ગામનું કોઈ કામ થતું નથી, જેથી સરપંચને તેમના પદેથી દૂર કરવામાં આવે. તો બીજી બાજુ સરડોઈ ગ્રામપંચાયતના ઉપસરપંચે જણાવ્યું કે, તેમની પંચાયતમાં સારામાં સારૂ કામ થાય છે,, વિરોધીઓએ કલેક્ટરને રજૂઆત કરી છે, તે ખોટી છે.

હાલ સરડોઈ ગામમાં બંન્ને પક્ષોએ મતભેદો છે, પણ ગ્રામ પંચાયતનો સાચો હેતુ છે કે, ગામના નાગરિકોને સાથે લઈ ને વિકાસના માર્ગે આગળ વધવું. મતભેદ હોવા તે સ્વાભાવિક છે, મતભેદમાંથી સહમતિની દિશા ન નિકળે, તો વિકાસની ગાડી ખડખડાય છે. ગામની ખરેખર પ્રગતિ ત્યારે થાય છે, જ્યારે એકબીજાની ટીકા ટિપ્પણી ભૂલીને, સૌકોઈ “ગામ માટે નહી, ગામથી ઉપર” વિચાર કરે. પંચાયત તો માત્ર સંકલ્પ અને સહકારથી જ બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!