29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી :માર્ગ અકસ્માતમાં મૃતકના વારસદારોને નેશનલ લોક અદાલતમાં વળતર પેટે 85...

અરવલ્લી :માર્ગ અકસ્માતમાં મૃતકના વારસદારોને નેશનલ લોક અદાલતમાં વળતર પેટે 85 લાખનો ચેક અપાયો

0
176

સુપ્રીમ કોર્ટ દ્વારા લોક અદાલતો આયોજન કરવામાં આવતું હોય છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે નાના નાના કેસનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય અને ફરિયાદીઓને કોર્ટ કચેરીના ધક્કા ખાવાથી મુક્તિ મળે સમયાંતરે ગુજરાતની વિવિધ કોર્ટમાં લોક અદાલતો યોજવામાં આવતી હોય છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાની વિવિધ કોર્ટમાં પણ લોક અદાલત યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં તારીખ ૧૩/૧૨/૨૦૨૫ ના રોજ યોજાયેલી નેશનલ લોક અદાલત દરમિયાન એક મહત્વનો વળતર કેસમા એવોર્ડ કરવામાં આવ્યો હતો.

મોડાસાના સોએબ મ.સલીમ પટેલનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું મરણ જનારના વારસદારને વળતર પેટે રૂપિયા ૮૫,૦૦,૦૦૦/- (પંચ્યાસી લાખ પુરા) ની રકમ મંજૂર કરવામાં આવી છે. કોર્ટે આ વળતરની રકમને બેંકમાં ડિપોઝિટ કરવા માટેનો આદેશ કર્યો હતો.

આ લોક અદાલતમાં વળતર કેસમાં સુખદ સમાપન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન.એમ. અંજારિયા સાહેબના દ્રારા કરવામાં આવ્યું હતું. અરજદારો તરફે અરવલ્લી જિલ્લાના સિનિયર વકીલ એમ.એ. ઇપ્રોલીયા અને એમ.જી સદા જ્યારે લિબર્ટી જનરલ ઇંસ્યુ કંપનીના મેનેજર હરચંદરામ તથા અરવલ્લી ડિસ્ટિક્ટ લીગલ ઓથોરિટીના સેક્રેટરી એમ જે ખોજાદા હાજર રહ્યા હતા. આ સફળ આયોજનથી પક્ષકારોને ઝડપી અને સંતોષકારક ન્યાય મળતા લોક અદાલતનો હેતુ સાર્થક થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!