અરવલ્લી જીલ્લામાં શુક્રવારથી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા જીલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જોકે જીલ્લામાં સમાન્ય વરસાદ પડી રહ્યો છે મોડાસા શહેર સહિત જીલ્લાના અન્ય સ્થળોએ છેલ્લા ચાર દિવસથી મેઘરાજા સતત ઝરમર ઝરમર અને ઝાપટાં રૂપી હેત વરસાવી રહ્યા છે વરસાદી માહોલના પગલે જીલ્લામાં બીમારીએ માથું ઊંચક્યું છે ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે વાતાવરણમાં શીત લહેર પ્રસરી છે
મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં છેલ્લા ચાર દિવસ મેઘરાજાએ હેત વરસાવ્યું છે મોડાસા શહેરમાં સતત ઝરમર વરસાદથી રોડ રસ્તા પર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે જીલ્લામાં સાર્વર્ત્રિક એક ઇંચથી બે ઇંચ વરસાદ થતાં નદી-નાળા અને તળાવો છલકાયા હતા સાર્વત્રિક વરસાદ થતા ખેતતરમાં ઉભા ખરીફ પાક્ને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.ખેતરોમાં લીલોતરી છવાઈ છે સતત વરસાદી માહોલના લીધે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા છે અરવલ્લી જીલ્લામાં સિઝનનો સરેરાશ ૧૨ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ઉપરવાસમાં વરસાદ ખાબકતા જીલ્લાના જીવાદોરી સમાન વાત્રક,મેશ્વો અને વારાંશી ડેમમાં પાણીની આવક થઈ હતી






