34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home Politics & Current Affairs CM ભુપેન્દ્ર પટેલને રાજેન્દ્ર પારઘીનો પત્ર : શિક્ષણ ફી, સહીત શિક્ષણ સામગ્રી...

CM ભુપેન્દ્ર પટેલને રાજેન્દ્ર પારઘીનો પત્ર : શિક્ષણ ફી, સહીત શિક્ષણ સામગ્રી અને યુનિફોર્મમાં ભાવ વધારો અંકુશમાં લેવા રજુઆત

0

મોંઘવારીને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે બાળકોનું શિક્ષણ પણ મોંઘું થયું છે શાળાઓની ફી સાથે બાળકોના પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી,યુનિફોર્મની કિંમતમાં 20 થી 40 ટકા જેટલો વધારો થતા વાલીઓ અને બાળકો માટે અભ્યાસ મોંઘો થતા પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાતા અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી શિક્ષણ ફી સહીત શિક્ષણ સામગ્રીમાં થયેલ ભાવ વધારો અંકુશમાં લેવામાં આવેની માંગ કરી છે.

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી છે કે સોમવાર થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા શૈક્ષણિક સત્રની ફી માં વધારો કરતા તેમજ મોંઘવારીએ માજા મુકતા શિક્ષણને લગતા પાઠ્યપુસ્તક નોટબુક તથા યુનિફોર્મ જેવી વિવિધ વસ્તુઓ પર અસહય ભાવ વધારો થયો છે છેલ્લા બે વર્ષ કોરોના કાળમાં લોકોની રોજીરોટી છીનવતા એક બાજુ અસહ્ય મોંઘવારી અને શૈક્ષણિક ફી અને શૈક્ષણિક સામગ્રી અને સ્કૂલ યુનિફોર્મમાં અસહ્ય વધારો થતા લોકો માટે પડતા પર પાટુ મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી શૈક્ષણિક ફી તથા શૈક્ષણિકને લગતા પાઠ્યપુસ્તક યુનિફોર્મ નોટબુક જેવી વિવિધ સામગ્રીનો ભાવ વધારો અંકુશમાં લાવી વાલીઓને રાહત આપવામાં આવેની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!