34 C
Ahmedabad
Saturday, May 4, 2024

4 હાથ-પગ સાથે જન્મેલી બાળકીની મદદ માટે સોનુ સૂદ આગળ આવ્યા, સૂરતમાં સર્જરી


સોનુ સૂદ કોરોના કાળ દરમિયાન ચર્ચાઓમાં આવ્યા હતા, જ્યારે લોકો પોતાના વતનમાં જવા માટે આમ-તેમ ભટકતા હતા, અનેક લોકોની મદદ કરીને સોનુ સૂદે રસ્તાઓ પર ફસાયેલા અથવા તો ઘરે જવા માટે અસમર્થ હતા તેવા તમામ લોકોની મદદ કરી હતી અને સ્પેશિયલ બસની વ્યવસ્થા કરીને આવા લોકોને પોતાના ઘરે પહોંચ્યા હતા, ત્યારે સોનુ સૂદ ચર્ચાઓમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ સતત ગરીબ તેમજ જરૂરિયાત લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે ફરીથી તેમણે વધુ એક દીકરીનું દુ:ખ દૂર કરીને નવજીવન આપ્યું છે.

Advertisement

બિહાર રાજ્યના નવાદા જિલ્લાના વારસાલીગંજના પ્રખંડની સોર પંચાયત વિસ્તારમાં રહેતી એક દીકરી 4 હાથ અને 4 પગ સાથે જન્મી હતી. આ બાળકીને હરવા-ફરવામાં ઘણી જ મુશ્કેલીઓ પડતી હતી ત્યારે આ વાત ફિલ્મ એક્ટર સોનુ સૂદના ધ્યાને આવતા કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીના ઓપરેશનનો તમામ ખર્ચ સોનુ સુદ ઉઠાવ્યો હતો. અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.

Advertisement

સોનુ સૂદના કહેવા પર બાળકીને 30મી મેના રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી. તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી. દીકરીની સર્જરી સફળ રહેતા સોનુ સૂદે ખુશી વ્યક્ત કરી હતી અનો સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા, તેમણે લખ્યું હતું કે,મારી અને ચૌમુખીની સફર સફળ રહી.

Advertisement

Advertisement

બાળકીનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં મદદ મળી
બાળકીને 4 પગ, 4 હાથ હોવાનો ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં પરિવાર આર્થિક રીતે અક્ષમ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વાત સોનુ સુદ સુધી પહોંચતા સોનુ સૂદે બાળકના ઓપરેશનની જાહેરાત કરી હતી. બાળકીની સફળ સર્જરી કરાઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!