34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home શિક્ષણ JCI મોડાસા અને જેસીસ મિલ્ક કમિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર...

JCI મોડાસા અને જેસીસ મિલ્ક કમિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

0

JCI મોડાસા અને જેસીસ મિલ્ક કમિટી મોડાસા દ્વારા ગણપત યુનિવર્સિટી ના સૌજન્યથી ધોરણ 10 ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટસ પછી ઉચ્ચતર અભ્યાસ થકી કારકિર્દી ની તકો માટેનો કેરિયર ગાઈડન્સ સેમિનાર જેસીસ હોલમાં આજરોજ યોજવામાં આવ્યો. જેમાં મોડાસા નગરના ૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ એ ભાગ લીધો હતો.

આ સેમિનારમાં પ્રો. અર્જુન બુટાલા, પ્રો. મોહિત ભાવસાર, પ્રો. પાર્થ રહેવર, પ્રો. ક્રિષ્ના પટેલ, ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સેમિનારમાં મંચસ્થ મહાનુભાવો માં મિલ્ક કમિટીના ચેરમેન નવનીતભાઈ પરીખ, સેક્રેટરી મુકુન્દ શાહ, જેસીઆઈ ના પ્રમુખ જેસી દેવેશ એન્જિનિયર અને પૂર્વ પ્રમુખ જેસી અલ્પેશ પટેલ તથા જેસી અતુલ પટેલ અને લેડી જેસી ડાયરેકટર કાજલ એન્જિનિયર તથા જેસી સાક્ષી પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.સેમિનારના અંતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ એ પોતાને જે માર્ગદર્શન મળ્યું હતું તેના માટે આયોજકોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!