33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય જમ્મુ-કાશ્મીર : આતંકવાદીઓ અને સુરક્ષા દળની અથડામણમાં 4 આતંકી ઠાર, એક ઝડપાયો

જમ્મુ-કાશ્મીર : આતંકવાદીઓ અને સુરક્ષા દળની અથડામણમાં 4 આતંકી ઠાર, એક ઝડપાયો

0
191

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષા દળોની આતંકીઓ સાથેની અથડામણમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરક્ષા દળ દ્વારા 1 આતંકવાદીને જીવતો પકડી લેવામાં સફળતા મળી છે.

કાશ્મીર પોલીસે આપેલી માહિતી પ્રમાણે સુરક્ષા દળ દ્વારા પુલવામા ગ્રામ્ય વિસ્તારમાં અને હંદવાડામાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ગાંદરબળમાં ઠાર થયેલો આતંકી લશ્કર-એ-તૌયબાનો હોવાની માહિતી છે, અને હંદવાડામાં પણ લશ્કરનો એક આતંકી ઠાર થયો છે. તો પુલવામામાં જૈશના 2 આતંકીઓને સેનાના જવાનોએ સ્પેશયલ ઓપરેશનમાં ઠાર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!