33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home હેલ્થ અરવલ્લી : બાયડના ગાબટમાં CHC શરૂ કરવા આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા પૂર્વ...

અરવલ્લી : બાયડના ગાબટમાં CHC શરૂ કરવા આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા

0
300

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ખાતે હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, પરંતુ વિસ્તારની વસ્તી જોતાં ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત જણાતાં વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે.

બાયડ તાલુકાના ગાબટ ગામની લગભગ 10 હજાર જેટલી વસ્તી છે, તેમજ ગાબટ થી ત્રણ કિ.મી. દૂર ઉભરાણ ગામની વસ્તી લગભગ 8 હજારની છે, ગાબટથી 9 કિ.મી દૂર આવેલા સાઠંબા ગામની વસ્તી પણ લગભગ 10 હજાર જેટલી છે, તે સિવાય ગાબટ ગામથી પાંચ થી દસ કિ.મી. માં ટોટુ, ઓઢા, રૂપનગર, અહમદપુરા, અજબપુરા, જાલમપુરા, ધરમડીવાંટા, ગોતાપુર, પ્રાંતવેલ, બાદરપુરા, સરસોલી, વસાદરા, સિમલજ, મોટા લાલપુર, જેવા ઘણા ગામો આવેલા છે જે ગામોની મળીને લગભગ પંદર થી વીસ હજાર જેટલી કુલ વસ્તી થાય છે, ત્યારે ગાબટથી 25 કિ.મી દૂર માલપુર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને બીજું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાબટ થી પંદર કિ.મી દૂર બાયડ ખાતે આવેલું છે, ત્યારે બાયડ – માલપુર તાલુકા તાલુકા મથક વચ્ચેના 40 થી 45 કિ.મી વચ્ચેના અંતરમાં એક પણ સી.એચ.સી.  આવેલું ન હોવાથી વિસ્તારના લોકોને ઇમરજન્સી સારવારના સમયે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેને લઇ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી.

વધુમાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમના મતવિસ્તારમાં આવતાં માલપુર તાલુકા મથકે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા ત્રીસ બેડની સુવિધાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ત્યાં દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં સારવાર માટે આવતાં હોવાથી બીજા વીસ બેડ વધારી પચાસ બેડની સુવિધા કરી આપવા માટે પણ લેખિતમાં રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!