38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સ્પોર્ટ્સ સ્મૃતિ મંધાનાએ જીત્યા દિલ, હરમનપ્રીત કૌર સાથે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ...

સ્મૃતિ મંધાનાએ જીત્યા દિલ, હરમનપ્રીત કૌર સાથે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ શેર કર્યો

0
328

મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને હાર આપી હતી. આ મેચમાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે 123 રનની સદી ફટકારીને સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ સાથે સ્મૃતિ મંધાનાએ મેચમાં સદી ફટકારનાર હરમનપ્રીત કૌર સાથે તેના પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ શેર કર્યો હતો. આ મેચમાં હરમનપ્રીત કૌરે પણ 109 રનની ઇનિંગ રમી હતી. હરમનપ્રીત કૌરે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં પણ 71 રન બનાવ્યા હતા.

એવોર્ડની જાહેરાત થતાની સાથે સ્મૃતિ મંધાના હરમનપ્રીત સાથે પહોંચી અને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ લેતા સ્મૃતિ મંધાનાએ કહ્યું, ‘મને લાગે છે કે અમે બંને (હરમનપ્રીત કૌર) સાથે મળીને 300 સ્કોર સુધી પહોંચવામાં સમાન રીતે મદદ કરી. આ ટ્રોફી શેર કરવી અમારા માટે સારું રહેશે.’ આ સાથે મંધાનાએ હસીને કહ્યું કે તેને વિશ્વાસ છે કે ICC પાસે એકસાથે બે ટ્રોફી માટે પૂરતું બજેટ હશે.

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે વેસ્ટ ઈન્ડિઝ સામે 29 ઓવરમાં 184 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને 300નો આંકડો પાર કરવામાં મદદ કરી. આ બંને બેટ્સમેનોની સદીના કારણે ભારતીય ટીમે 317 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને 318 રનનો ટાર્ગેટ આપ્યો. વિન્ડીઝની ટીમે શાનદાર શરૂઆત કરી, 12 ઓવરમાં 100 રન પૂરા કર્યા બાદ આખી ટીમ 162 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે આ મેચ 155 રનથી જીતી લીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!